ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલ સબજેલ તેમજ આવાસ ક્વાર્ટરને કરાયાં સેનિટાઈઝ - coronavirus news

રાજકોટના ગોંડલમાં ન્યાયમૂર્તિઓ અને વકીલો દ્વારા કોર્ટ, સબજેલ તેમજ આવાસ ક્વાર્ટરને સેનિટાઈઝ કરવામાં આવ્યં હતું.

Rajkot news
Rajkot news

By

Published : Apr 11, 2020, 10:02 PM IST

ગોંડલઃ કોરોનાવાયરસનો કહેર દિન પ્રતિદન વધી રહ્યો છે. જેનાથી બચવા માટે ગુજરાત હાઇકોર્ટના આદેશથી ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ લીગલ કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે ગોંડલના નવી કોર્ટ બિલ્ડિંગ, વોરાકોટડા રોડ પર આવેલી સબજેલ તેમજ આવાસ કવાર્ટરને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું.

આ સેનિટાઈજ કાર્યમાં એડિશનલ સેશન્સ જજ એમ.પી પુરોહિત, લીગલ કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન એન.આર પંડિત, અધિક સિવિલ જજ કાનાણી, એડવોકેટ પેનલના ડિમ્પલબેન વ્યાસ, કલ્પેશભાઈ ભટ્ટ, મેહુલભાઈ સોજીત્રા તેમજ જેલ અધિક્ષક ડી કે પરમાર સહિતના અધિકારીઓ જોડાયા હતા.

સબજેલ ખાતે પુરુષ વિભાગની બે યાર્ડના ચાર બેરેક અને મહિલા બેરેક દ્વારા વહીવટી બ્લોક અને જેલ સ્ટાફ ક્વાર્ટર તથા સબ જેલ સામે આવેલા આવાસ ક્વાર્ટરને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details