ગુજરાત

gujarat

ETV Bharat / state

RTE Admission in Rajkot : આરટીઇ હેઠળ ભણવા માગતાં બાળકોને પતરાવાળી ઓરડીમાં એડમિશન અપાયું - રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી

રાજકોટની શાળા આરટીઇ હેઠળ ભણવા આવતાં બાળકો અને તેમના વાલીઓની કેવી ક્રૂર મજાક કરી રહી છે તેનું આ આંખ ઉઘાડતું દ્રષ્ટાંત કહી શકાય. આરટીઇ હેઠળ ભણવા માગતાં બાળકોને પતરાવાળી ઓરડીમાં એડમિશન અપાયું છે. કઇ શાળાએ આ મજાક કરી છે તે જૂઓ.

RTE Admission in Rajkot : આરટીઇ હેઠળ ભણવા માગતાં બાળકોને પતરાવાળી ઓરડીમાં એડમિશન અપાયું
RTE Admission in Rajkot : આરટીઇ હેઠળ ભણવા માગતાં બાળકોને પતરાવાળી ઓરડીમાં એડમિશન અપાયું

By

Published : May 11, 2023, 10:19 PM IST

પતરાવાળી ઓરડીમાં મળ્યું એડમિશન

રાજકોટ : રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ એકથી આટમાં શાળા પ્રવેશની કાર્યવાહી હાલમાં યોજાઇ રહી છે. ત્યારે રાજકોટમાં આરટીઇ એક્ટ હેઠળ પ્રવેશ ફાળવણીના નામે સનલાઇટ સ્કૂલ દ્વાર ગરીબ વર્ગના વાલીઓ અને બાળકોની ક્રૂર મજાક થયેલી સામે આવી છે. બાળકોને એડમિશન મળેલી શાળા જોવા વાલીઓ પહોંચ્યાં ત્યારે આઘાતથી જોઇ રહ્યાં હતાં કે તેમના બાળકોને રાજકોટની સનલાઇટ સ્કૂલના નામે પતરાવાળી બે ઓરડીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ગુજરાતની દયનીય શિક્ષણ સ્થિતિ : રાજકોટમાં હાલમાં રાજ્યમાં આરટીઇ અંતર્ગત ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને અલગ અલગ ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં આરટીઇ અંતર્ગત પતરાવાળી ઓરડીમાં ચાલતી શાળામાં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા હોવાના આ સમાચારે ગુજરાતની દયનીય શિક્ષણ સ્થિતિનો વધુ એક નમૂનો પૂરો પાડ્યો છે. પોતાના બાળકોને કેવી શાળામાં જવાનું છે તે જોવા વિદ્યાર્થીઓના વાલી શાળા ખાતે પહોંચ્યા ત્યારે તેમને જોયું કે ત્યાં માત્ર બે ઓરડીયો જ હતી અને તેમાં ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવતા હતાં.

સનલાઇટ સ્કૂલની ઓરડીઓ : સનલાઇટ સ્કૂલની પતરાવાળી બે ઓરડી ધરાવતી આ શાળા શહેરના રૈયા વિસ્તારના મારવાડીવાસમાં હોવાનું ખુલ્યું હતું. આ સમગ્ર મામલે વિદ્યાર્થીના વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે તપાસના આદેશ આપ્યાં હતાં. આ સાથે સનલાઇટ સ્કૂલની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સનલાઈટ સ્કૂલનું જે એડ્રેસ આરટીઇ હેઠળ નોંધવામાં આવ્યું હતું ત્યાં સ્કૂલ ચલાવવામાં આવતી જ નહોતી. તેની જગ્યાએ અન્યત્ર આ સ્કૂલ ચલાવવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

આ પણ વાંચોઃ

100 કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં મારા બાળકને જે સ્કૂલમાં એડમિશન આપવામાં આવ્યું હતું ખરેખરમાં તે સ્કૂલનું કોઈ અસ્તિત્વ જ નથી. તેમજ જે સ્કૂલ સ્થળ ઉપર બતાવવામાં આવી હતી તે સ્કૂલ સ્થળ ઉપર હતી જ નહીં. જેની ફરિયાદ લઈને અમે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ ગયા હતાં. તેજસભાઈ સોનપાલ (વાલી)

વાલીએ કરી ફરિયાદ :ઈટીવી ભારત સાથે વધુ વાત કરતાં વાલીએ જણાવ્યું કે ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએથી અમારા બાળકને જે સ્કૂલમાં એડમિશન આપવામાં આવ્યું છે તે સ્કૂલના પ્રિન્સિપાલના નંબર આપવામાં આવ્યા હતા. ત્યારબાદ અમે ફોન પર તે પ્રિન્સિપાલનો સંપર્ક કર્યો હતો ત્યારે પ્રિન્સિપાલે અમને જણાવ્યું હતું કે સ્કૂલને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી છે. પ્રિન્સિપાલ અમને આ સ્કૂલ ખાતે લઈ ગયા જ્યાં જઈને અમે જોયું તો માત્ર બે પતરાવાળી ઓરડીમાં 1થી 8ના 100 કરતાં વધારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.

આ સનલાઈટ સ્કૂલનો આરટીઇ એક્ટ અંતર્ગત ગયા વર્ષે આ શાળા જિલ્લા પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ હતી. તેમજ ચાર મહિના પહેલા તેનો રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ શાળા તેના મૂળ એડ્રેસની જગ્યાએ અન્ય એડ્રેસ પર ખસેડી હોવાની એક વાલી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ શાળાને નોટિસ પાઠવવામાં આવી છે અને આ શાળાની મંજૂરીને રદ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે... બીએસ કૈલા (રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી)

ડીઇઓ કચેરીની તપાસ : જિલ્લા શિક્ષણ અધિકારીએ સનલાઇટ સ્કૂલની પતરાવાળી ઓરડીઓના મામલે પગલાં લીધાં હતાં. જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારે સામે આવ્યું છે કે જે શાળાની મંજૂરી હતી તે સરનામા ખાતે મૂળ બિલ્ડીંગ છે તેને તોડી પાડવામાં આવ્યું છે. તેમજ આ હાલમાં આ શાળા જ્યાં ઉભી કરાઈ છે તે મકાન પણ સ્કૂલને લાયક નથી અને શાળા સંચાલકો દ્વારા પોતાના મેળે જ અનઅધિકૃત રીતે જ શાળાના સ્થળમાં ફેરફાર કર્યો છે.

આ સ્કૂલ 2006થી ચાલી રહી છે : વિદ્યાર્થીના વાલીએ વધુમાં જણાવ્યું હતું કે મારા બાળકને પ્રથમ વખત જ એડમિશન મળ્યું છે. પરંતુ અહીંયા આસપાસના લોકો કહી રહ્યા છે કે વર્ષ 2006થી આ સ્કૂલ ચાલી રહી છે. જ્યારે સનલાઈટ પ્રિ સ્કૂલ નામે માત્ર બે ઓરડીમાં જ 1થી 8 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે. આ સ્કૂલનું મૂળ એડ્રેસ ઘંટેશ્વર નજીક છે. પરંતુ હાલ આ સ્કૂલ રૈયાના ઢાળા નજીક માત્ર બે ઓરડીમાં શરૂ કરવામાં આવી છે. જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અમને બાંહેધરી આપવામાં આવી છે કે અમે આ સ્કૂલની માન્યતા રદ કરીને બીજા રાઉન્ડમાં તમારા બાળકનું અન્ય સ્કૂલમાં એડમિશન કરાવી આપીશું.

ABOUT THE AUTHOR

...view details