ચંદ્રની ભૂમી ઉપલેટાના ગઢાળા ગામમાં, એક દિવસ પૂર્વે સમારકામ કરેલ કોઝવે ફરી ધોવાયો રાજકોટ:ઉપલેટા તાલુકા વિસ્તારની અંદર છેલ્લા ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ કારણે સિંચાઈ વિભાગના મોજ ડેમોમાં જળ સપાટીમાં પણ વધારો હતો. ઉપલેટા તાલુકાના મોજીલા ગામ પાસે આવેલા મોજ ડેમના રાત્રિ દરમિયાન 12 જેટલા દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા જેને લઈને ગઢાળા ગામના એક દિવસ પૂર્વે મેટલ પાથરી રસ્તો શરૂ કરાયો હતો.
ઉપલેટાના ગઢાળા ગામનો એક દિવસ પૂર્વે સમારકામ કરેલ કોઝવે ફરી ધોવાયો આવન-જાવન માટેની તકલીફો: જે રસ્તો એક જ દિવસની અંદર ધોવાઈ ગયો છે અને ફરી મોટા ગાબડાઓ સાથે દેખાઈ રહ્યો છે. આ ધોવાય ગયેલ રસ્તા અને ગાબડાને કારણે અહિયાથી કાયમી પસાર થતાં રાહદારીઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતોને હલનચલન માટેની તકલીફ ફરી ઊભી થઈ છે. આ અંગે ગઢાળા ગામના માજી સરપંચ જણાવે છે કે, મોજ નદીના કોઝવેમાં એક જ દિવસની અંદર ધોવાણ થઈ જતા રાહદારીઓ ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓ, ગ્રામજનોને અને કોઈ પ્રકારની આવન-જાવન માટેની તકલીફો પડી રહી છે.
"ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને મોજ ડેમની જળ સપાટીમાં વધારો થતા મોજ તેમના પાટિયા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે મોજ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને આ ઘોડાપૂરના કારણે ગઢાળા ગામના કોઝવે પર પાણી ફરી વળતાં ધોવાણ થઈ ગયું છે. એક દિવસ પૂર્વે અહિયાં મેટલ પાથરવામાં આવી હતી પરંતુ ફરી વખત ડેમના દરવાજા ખોલવામાં આવતા એક જ દિવસની અંદર કોઝવે ધોવાઈ ગયો છે. ફરી વખત મોટા ગાબડાઓ પડી ચૂક્યા છે. ત્યારે જવાબદાર તંત્ર અને સરકારે ખોટા ખર્ચ ન કરી પાકું સમારકામ કરવું જોઈએ તેવી માંગ કરી છે." -- નારણભાઈ આહિર (ગઢાળા ગામના માજી સરપંચ)
ઉપલેટાના ગઢાળા ગામનો એક દિવસ પૂર્વે સમારકામ કરેલ કોઝવે ફરી ધોવાયો પાક્કું સમારકામ:રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને ઉપલેટા તાલુકાના મોજીલા પાસેના મોજ ડેમની જળ સપાટીમાં વધારો થતા રાત્રિ દરમિયાન મોજ ડેમના બાર જેટલા દરવાજાઑ પાંચ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે ગઢાળા ગામના કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો ફરી એક વખત ધોવાઈ ચૂક્યો છે. ગાબડા પડતાં અને આ ધોવાયેલા રસ્તાને કારણે લોકોને પરિવહનમાં અનેકો પ્રકારની સમસ્યાઓ તેમજ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે, એક દિવસ પૂર્વેદ સમારકામ કરેલા રસ્તાનું બીજા જ દિવસે ધોવાણ થઈ જતા લોકોની મુશ્કેલીઓ વધી છે. જેથી પાક્કું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
- Rajkot News: રાજકોટ-અમદાવાદ હાઈવેને લઈ કૃષિપ્રધાનનું નિવેદન, તારીખમાં ફેરફાર કરવો પડે
- Rajkot News : રાજકોટ-અમદાવાદ હાઈવેનું કામ ગોકળગાયની ગતિએ, પૂર્ણ થતા લાગી શકે છે વધુ એક વર્ષ