રાજકોટઃ રાજકોટમાં આજે બપોર બાદ બહાર વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે ભારે વરસાદ દરમિયાન રાજકોટ તંત્રની બેદરકારી સામે આવી છે. ચાલુ વરસાદ દરમિયાન તંત્ર દ્વારા રાજકોટના પેલેસ રોડ ખાતે ડામરના રોડનું કામકાજ શરૂ રાખ્યું હતું. જેને લઈને તંત્રની કામગીરીને લઈને શહેર ભરમાં હાંસીપાત્ર બની છે.
રાજકોટમાં ચાલુ વરસાદે રોડ બનાવતું તંત્ર! - રાજકોટ મનપા
રાજકોટમાં આજે બપોર બાદ બહાર વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે ભારે વરસાદ દરમિયાન રાજકોટ તંત્રની બેદરકારી સામે આવી છે.
રાજકોટમાં ચાલુ વરસાદે રોડ બનાવતું તંત્ર !
ચાલુ વરસાદે ડામર રોડ બનતો હોવાથી કામગીરીમાં પણ બેદરકારી રહે તેવી લોકોમાં ચર્ચા થઇ રહી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ પ્રકારની રાજકોટ મનપાની બેદરકારીઓ સામે આવી છે, ત્યારે આ ઘટના ફરી શહેરભરમાં ચર્ચાનો વિષય બની છે.