રાજકોટ: જેતલસર જંકશન ખાતે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર આ વિસ્તારની અંદર રેલવે ઇન્સ્પેક્શન માટે અને આ વિસ્તારના લોકો સાથે બેઠક યોજવા માટે આવ્યા હતા ત્યારે તેમના દ્વારા આ વિસ્તારના લોકોની રજૂઆતો અને ફરિયાદો તેમજ માંગણીઓને લઈને એક બેઠક પણ યોજવામાં આવી હતી, ત્યારે આ બેઠકની અંદર આ પંથકના લોકો આગેવાનો અને રાજકીય નેતાઓની પોતાના વિસ્તારની રજૂઆતો અને તેમની માંગણીઓને સાંભળી અને હકારાત્મક જવાબો આપ્યા હતા.
આ પણ વાંચો:Surat News: ગેરન્ટી કાર્ડ અને મફતનું ગુજરાતના લોકો ક્યારેય સ્વીકારતા નથી: સી.આર.પાટીલ
એક પણ લોકલ ટ્રેનની સુવિધા નથી: જેતલસર જંકશન અને વાંસજાળિયા જંકશન રૂટ વચ્ચેની રજૂઆત કરવા માટે ધોરાજી અને ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્ર પાટડીયાએ ખાસ હાજરી આપી હતી અને ધોરાજીના અને ઉપલેટા વિસ્તારના લોકો આગેવાનો જોડાયા હતા. જેમાં ખાસ કરીને ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વિસ્તારને છેલ્લા 12 વર્ષથી થઈ રહેલા અન્યાયને લઈને વિશેષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ વિસ્તારની અંદર છેલ્લા કોરોના કાળ બાદ એક પણ લોકલ ટ્રેનની સુવિધા નથી ઉપરાંત જે લોકલ ટ્રેન હતી તીર્થ દર્શન માટે તેને પણ એકપ્રેસ કરી દેવાઈ હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ સાથે અહીંયાથી લાંબા અંતરની એકમાત્ર ટ્રેન ચાલે છે જે અઠવાડિયામાં એક જ વખત ચાલે છે.
જીવનો જોખમ પણ ખેડવો પડે છે: અહિયાં અઠવાડિયામાં એક જ વખત ચાલતી આ ટ્રેનમાં પણ ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે અપુરતી પ્લેટફોર્મની સુવિધાને લઈને લોકોને ખાસ કરીને પેસેન્જરને મુસાફરી શરૂ અને પૂર્ણ કરતાં દરમિયાન પ્લેટફોર્મની અસુવિધા અને લઈને જીવનો જોખમ પણ ખેડવો પડે છે, તેવું પણ વિશેષમાં જણાવ્યું છે ત્યારે આ સાથે રેલવે વિભાગના જેતલસર જંકશન અને વાંસજાળિયા જંકશન રેલવે રુટ પર છેલ્લા 12 વર્ષથી આ વિસ્તારના લોકોનએ અને આગેવાનોએ રજૂઆત કરી છે તેમ છતાં કોઈ નિવેડો નથી આવ્યો.