રાજકોટ:આજે 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ છે. ત્યારે આજના દિવસની ઠેર ઠેર દેશભરમાં ઉજવણી થઈ રહી છે. એવામાં રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં 251 ફૂટના તિરંગા સાથે ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી. યાત્રા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી. આ ગૌરવ યાત્રાનું સંતો મહંતો અને નિવૃત્ત આર્મીમેનના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. ત્યારે તેનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
છેલ્લા 6 વર્ષથી કરવામાં આવે છે આયોજન:રાજકોટમાં ગૌરવ યાત્રા યોજાઇ હતી. જેને લઈને આ ગૌરવ યાત્રાનું આયોજન કરનાર આયોજક કાનાભાઈ કુબાવતે જણાવ્યું હતું કે છેલ્લા છ વર્ષથી અમે 26મી જાન્યુઆરીના રોજ રાજકોટમાં ગૌરવ યાત્રાનું આયોજન કરીએ છીએ. ત્યારે આ વખતે ગૌરવ યાત્રાનું સાતમુ વર્ષ છે. જેને લઈને અમે બાલભવન ખાતેથી આ ગૌરવયાત્રાને શરૂ કરાવી છે. 251 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે આ ગૌરવ યાત્રા શહેરના અલગ અલગ માર્ગો પર ફરશે. જ્યારે આ ગૌરવ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત પણ અલગ અલગ સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં યોજાયેલ ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા.
આ પણ વાંચોRepublic Day 2023: સમુદ્રમાં ધ્વજવંદન, સાહસ સાથે શૌર્ય અને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા યુવા