ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાદર-1 ડેમના 29 દરવાજા બદલાવવાની કામગીરી થઈ શરૂ

1964 થી અડીખમ રહેલા સૌરાષ્ટ્રમાં પાણીના જથ્થામાં બીજા નંબરના અને સિંચાઈમાં પહેલા નંબરના ભાદર-1 ડેમના તમામ 29 દરવાજા બદલાવવાની કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. ભાદર-1 ડેમ નિર્માણ થયાના 57 વર્ષ બાદ પહેલીવાર આ ડેમના દરવાજા બદલાવવામાં આવી રહ્યા છે.

ભાદર-1 ડેમના 29 દરવાજા બદલાવવાની કામગીરી થઈ શરુ
ભાદર-1 ડેમના 29 દરવાજા બદલાવવાની કામગીરી થઈ શરુ

By

Published : Mar 14, 2021, 11:49 AM IST

Updated : Mar 14, 2021, 2:41 PM IST

  • ડેમના તમામ 29 દરવાજા ડેમ બન્યો ત્યારથી પહેલીવાર બદલાવવામાં આવી રહ્યા છે
  • 2015માં આવેલા પૂરમાં ભાદર-1 ડેમના 3 દરવાજા ડેમેજ થયા હતા
  • 1.75 કરોડના ખર્ચે ડેમ રિપેરિંગની કામગીરી
    ભાદર-1 ડેમના 29 દરવાજા બદલાવવાની કામગીરી થઈ શરુ

ભાદર-1 ડેમના નિર્માણનું કાર્ય 1952માં શરૂ થયું હતું અને 1964માં ડેમ નિર્માણ પામ્યો હતો. ત્યારથી આ ડેમ સૌરાષ્ટ્રની જીવાદોરી સાબિત થયો છે. સિંચાઈના હેતુથી જ આ ડેમનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં આ ડેમ સિંચાઈ ઉપરાંત પીવાના પાણીનો મોટો સ્ત્રોત સાબિત થઇ રહ્યો છે. ત્યારે રાજકોટ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, જૂનાગઢ અને જેતપુર સહિત આશરે 46 ગામડાઓની ખેતીની જમીનમાં આ ડેમના પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે.

આ પણ વાંચો:ભાદર-2 ડેમ 90 ટકા ભરાયો, આસપાસના ગોમોને નદીના પટમાં ન જવા તંત્રની અપીલ

સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન છે ભાદર-1 ડેમ

ભાદર-1 ડેમની ક્ષમતા જોઈએ 6648 MCFT છે. 78 કિલોમીટર મેઈન કેનાલ છે, જ્યારે નાની મોટી કેનાલ અને માઈનોર થઈને 250 કીલોમીટરનું વિશાળ કેનાલ નેટવર્ક ભાદર-1 ડેમ ધરાવે છે. 28700 હેક્ટરને પાણી પૂરું પાડવામાં આવે છે. ડેમની ઊંચાઈ 34 ફૂટ અને કુલ 29 દરવાજા છે અને અત્યાર સુધીમાં આ ડેમ 23 વાર ઓવરફ્લો થઈ ચૂક્યો છે. ભાદર-1 ડેમ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન છે.

આ પણ વાંચો:ધોરાજી નજીક આવેલા ભાદર - ૨ ડેમના ૩ દરવાજા ૪ ફૂટ ખોલવામાં આવ્યા

અનાર કન્સ્ટ્રકશન દ્વારા ડેમના દરવાજા બદલવવાની કામગીરી

ભાદર-1 ડેમના સેક્શન ઓફિસર હિરેન જોશીએ જણાવ્યું હતુ કે, અનાર કન્સ્ટ્રકશન દ્વારા ડેમના દરવાજા બદલવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ડેમના દરવાજા બદલવાની કામગીરી એપ્રિલના અંત સુધીમાં પૂરી થવાની સંભાવના છે.

Last Updated : Mar 14, 2021, 2:41 PM IST

ABOUT THE AUTHOR

...view details