ગુજરાત

gujarat

ETV Bharat / state

દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા શહીદની ધોરાજીમાં અંતિમયાત્રા, સ્વયંભૂ હજારો લોકોએ આપી આખરી સલામી

ભારતીય સેનાના શહીદ જવાન મનુભાઈ દયાતરનો (Funeral of Shaheed Jawan Manubhai Dayatar) પાર્થિવ દેહ તેમના મૂળ વતન ધોરાજીના ચિચોડ ગામમાં લવાયો હતો. અહીં તેમને ગાર્ડ ઑફ ઓનર (Guard of Honor Shaheed Jawan) આપ્યા પછી તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ સાથે જ શહીદ જવાનના વતનમાં ભવ્ય શહીદ સરઘસ પણ નીકાળવામાં આવ્યું હતું.

દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા શહીદની ધોરાજીમાં અંતિમયાત્રા, સ્વયંભૂ હજારો લોકોએ આપી આખરી સલામી
દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા શહીદની ધોરાજીમાં અંતિમયાત્રા, સ્વયંભૂ હજારો લોકોએ આપી આખરી સલામી

By

Published : Dec 3, 2022, 10:49 AM IST

Updated : Dec 3, 2022, 1:44 PM IST

રાજકોટભારતીય સેનામાં દ્રાસ સેક્ટર કારગીલ 11 ગ્રેનેડીયર રેજિમેન્ટમાં (Kargil 11 Grenadier Regiment) ફરજ બજાવતા જવાન મનુભાઈ દયાતર (Funeral of Shaheed Jawan Manubhai Dayatar) લાઈન ઑફ કન્ટ્રોલ કારગીલ (Line of Control Kargil) ખાતે શહીદ ધયા હતા. ત્યારે તેમના પાર્થિવ દેહને તેમના મૂળ વતન રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ચિચોડ ગામમાં લવાયો હતો.

હજારો લોકો અંતિમ સલામી આપવા પહોંચ્યા અહીં તેમને મોટી સંખ્યામાં લોકો આખરી સલામી આપવા પહોંચ્યા હતા. આ પહેલા ભવ્ય સરઘસ સાથે તેમની અંતિમયાત્રા પણ કાઢવામાં આવી હતી. અહીં ગાર્ડ ઑફ ઓનર (Guard of Honor Shaheed Jawan) આપ્યા પછી તેમની અંતિમવિધિ (Funeral of Shaheed Jawan Manubhai Dayatar) થઈ હતી.

અંતિમ યાત્રામાં હજારો લોકો સ્વયંભૂ જોડાયા હતા

અંતિમ યાત્રામાં હજારો લોકો સ્વયંભૂ જોડાયા હતાજિલ્લાના ધોરાજી તાલુકાના ચિચોડ ગામના મનુભાઈ ભોજાભાઈ દયાતર (Funeral of Shaheed Jawan Manubhai Dayatar) 29 નવેમ્બર 2022ના રોજ શહીદ થયા હતા. તેમની શહીદી બાદ તેમનો પાર્થિવ દેહ તેમના વતન લાવવામાં આવ્યો હતો. જેમાં દ્રાસ સેક્ટર કારગીલથી દિલ્લી લાવવામાં આવ્યા અને બાદમાં રાજકોટ એરપોર્ટ ખાતે તેમના પાર્થિવ દેહને લાવ્યા બાદ જામનગર લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી જામનગર આર્મી બ્રિગેડના મરાઠા રેજિમેન્ટ (Maratha Regiment) દ્વારા ગાર્ડ ઓફ ઓનર (Guard of Honor Shaheed Jawan) સાથે ધોરાજી શહેર ખાતે લાવવામાં આવ્યા આવ્યો હતો.

ઈતિહાસમાં સૌથી મોટી શહીદ યાત્રા ધોરાજી લાવ્યા બાદ તેમને ધોરાજીથી જમનાવડ, પિપળિયા, મોટી મારડ સહિતના ગામો માંથી પસાર કરીને વતન ચિચોડ ખાતે વીસ કિલોમીટર કરતા પણ વધારે લાંબી શહીદ યાત્રા કરીને લાવ્યા હતા, જેમાં ગુજરાતના ઈતિહાસમાં આજ સુધીની સૌથી મોટી અને વિશાલ શહીદ યાત્રા નીકળવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો સ્વયંભુ જોડાયા હતા અને સૌ લોકોએ પુષ્પો અને સલામી સાથે શ્રધ્ધાંજલી અર્પી હતું જેમાં વિદ્યાર્થીઓએ પણ પુષ્પો સાથે સલામી આપી હતી અને જોડાયા હતા.

બધાએ શહીદને આપી પુષ્પાંજલિ શહીદ મનુભાઈના દેહને (Funeral of Shaheed Jawan Manubhai Dayatar) સવારે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ધોરાજી શહેરના ગેલેક્સી ચોકમાં તેમના પર સૌ કોઈએ પુષ્પાંજલિ કરી અને સલામી આપી હતી અને બાદમાં ધોરાજીથી લઈને ચિચોડ એટલે કે, રસ્તામાં આવતા તમામ ગામોની અંદર તેમના વતન સુધી તેમના પાર્થિવ દેહને ઠેરઠેર સલામી અને પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને તેમના વતનમાં સેના દ્વારા સન્માન સાથે લાવીને સેનાના આપવામાં આવતા સલામ અને સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી. ત્યારે આ તકે હજારોની સંખ્યામાં બાળકો, પુરૂષો અને મહિલાઓ સાથે વર્તમાન અને નિવૃત સેના દળના સૌ કોઈ જોડાયા હતા.

2002થી ભારતીય સેનામાં જોડાયા હતા શહીદ થયેલા મનુભાઈ (Funeral of Shaheed Jawan Manubhai Dayatar) અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષ 2002થી તેઓ ભારતીય સેનામાં જોડાયા હતા જેમાં તેમને મધ્ય પ્રદેશના જબલપુર ખાતેથી તાલીમ લીધી હતી અને તેઓ હવાલદારની પોસ્ટ પર હતા અને તેમને ભારતીય સેનામાં 21 વર્ષ કામ કરેલ અને તેઓ છેલ્લે કારગીલમાં શહીદ થયા છે ત્યારે તેઓ જે જગ્યા પર અડગ ફરજ બજાવતા તે જગ્યા 16,000 ફૂટ જેટલી ઉંચાઈ ધરાવે છે.

ખેડૂત પરિવારમાંથી આવતા હતા શહીજ જવાન શહીદ મનુભાઈ દયાતર (Funeral of Shaheed Jawan Manubhai Dayatar) મહિયા દરબાર સમાજમાંથી આવે છે. ત્યારે તેમનો જન્મ 15 સપ્ટેમ્બર 1983ના રોજ તેમના જ વતન ચિચોડમાં થયો હતો, જેમાં તેમના પરિવારની વાત કરીએ તો તેમના પિતા એક ખેડૂત પરિવાર માંથી આવે છે તેમજ તેઓ બે ભાઈઓ છે અને ચાર બહેનો ધરાવે છે અને હાલ તેમને એક બાળક છે જેમનું નામ આર્યનસિંહ છે જેમની ઉમર હાલ નવ વર્ષની છે અને તેમના પત્નીનું નામ રેણુકાબેન કે જેમની ઉમર પણ હાલ 32 વર્ષ જેવી છે અને શહીદ મનુભાઈની ઉમર 39 વર્ષ છે ત્યારે આવડી નાની ઉમરે શહીદ થતા પરિવાર પણ હાલ ગમગીન બની ગયું છે અને સમગ્ર ગામમાં અને આસપાસના પંથકમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

તેમના સાઢુભાઈ પણ સેનામાં શહીદ મનુભાઈના પરિવાર (Funeral of Shaheed Jawan Manubhai Dayatar) વિષેની પ્રાપ્ત થયેલ વધુ વિગતો અનુસાર તેમના પરિવાર માંથી તેમનો ભત્રીજો સાગરસિંહ દયાતર ભારતીય સેનામાં હાલ શ્રીનગર ખાતે સેવા આપે છે ઉપરાંત તેમના પત્નીના ભાઈ પણ હાલ ભારતીય પેરામિલીલેટ્રી ફોર્સમાં (Indian Paramilitary Force) સેવા આપે છે. તેઓ વર્તમાન સમયમાં ઉત્તર પ્રદેશના પલિયામાં 39 SSD બટાલિયનમાં સેવા આપે છે. જ્યારે તેમના સાઢુભાઈ પણ હાલ જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનામાં સેવા બજાવે છે. ત્યારે અને તેમના પરિવાર આવી રીતે ડિફેન્સમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે.

મનુભાઈ અમર રહોના નારા ગૂંજ્યા ચિચોડ ગામના વાતની મનુભાઈ દયાતર (Funeral of Shaheed Jawan Manubhai Dayatar) શહીદ થતા તેમને ઠેરઠેર પુષ્પાંજલિ સાથે સલામી પણ આપવામાં આવી હતી જેમાં તેમના વતન તેમનો દેહ પહોચતા સમગ્ર ગામ અને વિસ્તાર “મનુભાઈ અમર રહો” ના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું અને ગામની અંદર બાળકો, મહિલાઓ, વૃદ્ધો, વિદ્યાર્થીઓ, સેનાના જવાનો, નિવૃત જવાનો તેમજ સૌ કોઈ તેમના અંતિમ દર્શન કરવા અને સલામી આપવા જોડાયા હતા.

શહીદ જવાનની ખોટ ક્યારેય નહીં પૂરાય સાથે જ ગામના સરપંચ મયુરભાઈ શિંગાળાએ પણ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમારા ગામના શહીદ મનુભાઈની (Funeral of Shaheed Jawan Manubhai Dayatar) ખોટ ક્યારેય નહિ ભરાઈ ત્યારે અમારો પ્રયાસ છે કે અમારા ગામના વીર જવાન માટે ભવિષ્યમાં એક મૂર્તિની સ્થાપના કરશું અને તેમને કાયમી અમર રાખવા તેમજ તેમના પરિવારને કાયમી મદદ કરવા પ્રયત્ન કરશું તેવું જણાવ્યું છે.

Last Updated : Dec 3, 2022, 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details