ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News: શહેરના યુવાને ગાયના છાણાંમાંથી તૈયાર કર્યો પ્રાકૃતિક પેઇન્ટ, લગાવવાથી નહીં આવે કોઈ દુર્ગંધ - rajkot youngster made color paint

‘‘ગૌ-ટેક 2023 ’’નો શુભારંભ થઈ ગયો છે. ત્યારે ગોબરધન અને પશુધન માટે અને તેમના નકામા કચરામાંથી તૈયાર કરાયેલા સંશોધનો અને સંસાધનો આશ્ચર્યચકિત કરી દે એવા છે. આવું જ એક ઉત્પાદન છે રાજકોટમાં કરવામાં આવ્યું છે જેમાં ગોબરધનમાંથી પ્રાકૃતિક પેઈન્ટ તૈયાર કરવામાં આવ્યું છે.

રાજકોટના યુવાને ગાયના છાણાં માંથી તૈયાર કર્યો પ્રાકૃતિક પેઇન્ટ
રાજકોટના યુવાને ગાયના છાણાં માંથી તૈયાર કર્યો પ્રાકૃતિક પેઇન્ટ

By

Published : May 27, 2023, 2:14 PM IST

રાજકોટના યુવાને ગાયના છાણાં માંથી તૈયાર કર્યો પ્રાકૃતિક પેઇન્ટ

રાજકોટઃ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે હાલ ગૌ એક્સ્પો શરૂ છે. જેમાં ગૌ આધારિત કેટલીક પ્રાકૃતિક વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગૌ આધારિત ઉદ્યોગોના વિવિધ સ્ટોલ જોવા વિશેષ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. એવામાં હાલ રાજકોટમાં ગોબરમાંથી દિવાલ ઉપર લગાવવામાં આવતા કલર પેઇન્ટનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. રાજકોટના યુવા એન્જિનિયર એવા આશિષ વોરા દ્વાર ગોબર માંથી પ્રાકૃતિક કલર બનાવવામાં આવ્યો છે. જેનો ઉપયોગ આપણે દિવાલમાં અને મકાનમાં લગાવવાના આવતા કલરની જેમ જ કરી શકીએ છીએ.

રાજકોટના યુવાને ગાયના છાણાં માંથી તૈયાર કર્યો પ્રાકૃતિક પેઇન્ટ

મોટા પ્રમાણમાં મુલાકાત:જ્યારે આ કલર હાલ બજારમાં મળતા અન્ય કલરો કરતાં ખૂબ જ ઓછા ભાવમાં મળી રહ્યો છે. તેમજ આ કલરની વિશેષતા એ છે કે, તે વોટરપ્રૂફ છે. પાણીથી ધોઈ શકાય છે. તેમજ અન્ય કલરોની જેમ ટકાઉ પણ છે. આ કલર તૈયાર થતા અંદાજિત છે. બે દિવસ જેટલો સમય લાગે છે. પરંતુ ગાયના ગોબરમાંથી બનાવેલો પ્રાકૃતિક કલર બજારમાં મળતો હોવાની વાતને લઈને લોકો પણ આ સ્ટોલની મોટા પ્રમાણમાં મુલાકાત લઈ રહ્યા છે.

"અમે ખાદી પ્રાકૃતિક પેઇન્ટ બનાવીએ છીએ. જે ગવર્મેન્ટ ખાદી ઇન્ડિયાનું પ્રાકૃતિક પેઇન્ટ છે. જ્યારે અમે આ પ્રાકૃતિક કલરનું નિરાલી પેઇન્ટ ના નામે વેચાણ કરી રહ્યા છીએ અને સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ પ્રાકૃતિક પેઇન્ટ અમે જ તૈયાર કર્યું છે. જેનું હાલમાં વેચાણ થઈ રહ્યું છે"-- આશિષ વોરા ( પ્રાકૃતિક કલર બનાવનાર)

યુટ્યુબમાં કલર બનાવવાનો વીડિયો: જ્યારે આ કલર બનાવવા જે ગોબરની પ્રોસેસ કરવામાં આવે છે. તે 24 કલાક અગાઉ કરવામાં આવતી હોય છે. ત્યારબાદ અલગ અલગ પ્રક્રિયા કરીને ચારથી પાંચ કલાકમાં આ પ્રાકૃતિક કલર તૈયાર થાય છે. ગાયનો મુખ્યત્વે લોકો દૂધ માટે ઉપયોગ કરતા હોય છે. પરંતુ ગોબરનો ઉપયોગ થાય તે માટે અમે આ દિશા તરફ વળ્યા છીએ. લોકો ગાયનું રક્ષણ કરે તેમજ રખડતા ઢોર પણ સચવાઈ રહે તે માટે આ પ્રકારના કલરનું ઉત્પાદન કરવાનું મને વિચાર આવ્યો હતો. સૌપ્રથમ યુટ્યુબમાં કલર બનાવવાનો વીડિયો જોયો હતો.

પ્રાકૃતિક કલર બનાવવાનું કામ: આશિષએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટમાં જ ગોબરમાંથી પ્રાકૃતિક કલર બનાવવાનું કામ શરૂ કર્યું હતું. જ્યારે ગોબરમાંથી તૈયાર કરવામાં આવેલ કલર અને હાલ બજારમાં મળી રહેલા અન્ય કલરમાં પ્રાઈઝમાં ખૂબ જ ઓછા ભાવે મળે છે. પ્રાકૃતિક કલર રૂપિયા 260ની આસપાસ મળી રહે છે. જ્યારે અન્ય બજારમાં કલર રૂપિયા 300 થી 400ની વચ્ચે મળતા હોય છે. એટલે ભાવમાં ખૂબ જ પોસાય તેવો છે. ગાયના ગોબરમાંથી તૈયાર કરવામાં આવેલા કલરના ફાયદા એ છે કે તેમાં કોઈપણ જાતનો ગંધ આવતી નથી. તેમજ તે ઇકો ફ્રેન્ડલી છે. સાથે સાથે ફૂગ રોધક, વિષાણુરોધક અને અને ઘરમાં ઠંડક રહે તે પ્રકારનું વાતાવરણ પણ આ કલરથી ઊભું થાય છે.

  1. Rajkot News: શિક્ષકે વિદ્યાર્થીને I LOVE YOU કહ્યું, ગણીત સમજાવવા કર્યું આવું
  2. રાજકોટઃ AIIMS અંગે રીવ્યુ મીટીંગ, વડાપ્રધાન મોદી જાન્યુઆરીમાં ખાતમુહૂર્ત કરે તેવી શકયતા
  3. રાજકોટઃ કોરોના વેક્સિન પહોંચાડવા 50 વર્ષથી વધુ વયના લોકો સર્વે કરાશે

ABOUT THE AUTHOR

...view details