રાજકોટઃપ્રેમીઓના ઝઘડાના અનેક કિસ્સાઓ જોયા હશે, પરંતુ રાજકોટમાં તો એક પ્રેમીએ ઝઘડાના કારણે હદ પાર કરી નાખી હતી. અહીં શાપરમાં એક પ્રેમી પ્રેમિકા સાથે વીડિયો કૉલ પર વાત કરતો હતો. તે દરમિયાન બંને વચ્ચે ઝઘડો થતાં પ્રેમીએ પોતાના જ શરીરને ગંભીર ઈજા પહોંચાડી હતી. શરીરના પ્રાયવેટ પાર્ટમાં ગંભીર ઈજા થતા સારવાર હેતું યુવકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. વિડિયો કોલ પર રોમાન્સ વખતે માથાકૂટ થતા બંગાળી યુવાને પોતાના ગુપ્તાંગ ઉપર બ્લેડ વડે ગંભીર ઈજા કરી નાંખી હતી.
આ પણ વાંચોઃSurat Crime : પતિ દ્વારા પત્નીને જીવતી સળગાવાઇ, અશ્લીલ વીડિયો જોઈ શારીરિક સંબંધ બાંધવા માટે થયો હતો ઝઘડો
યુવક મૂળ બંગાળનોઃ 20 વર્ષીય બંગાળી યુવકના શરીરને ઈજા પહોંચતા તેને રાજકોટની સિવિલિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, શાપર વેરાવળ ખાતે પોતાના મામા સહિતના લોકો સાથે પ્રસન્નજિત બર્મન નામનો યુવક રહે છે. સાથે જ તે અહીં કારખાનામાં નોકરી કરે છે. મૂળ પશ્ચિમ બંગાળના કૂચ બેહાર જિલ્લાના જાઈગીર ચિલાખાનાનો વતની આ યુવકે વીડિયો કૉલ દરમિયાન પોતાના શરીરને ઈજા પહોંચાડી હતી. પ્રસન્નજીત બર્મન દ્વારા પોતાના જ ગુપ્તાંગ પર બ્લેડ મારવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે.
યુવકની ચાલી રહી છે સારવારઃ આ સમગ્ર મામલાની જાણ યુવકના મામા મામા સપન બર્મનને થતા તેઓએમ્બ્યુલન્સમાં ભાણેજને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સર્જરી વિભાગમાં ત્રીજા માળે તેની સર્જરી પણ કરવામાં આવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવનારા તબીબોનો કહેવું હતું કે, તબીબોનો કહેવું હતું કે, ઈજાગ્રસ્ત યુવાનને અહીં ખસેડવામાં આવ્યો ત્યારે તેના ગુપ્ત અંગના ભાગે લોહીના કલોટ્સ જોવા મળ્યા હતાં. ત્યારબાદ તે ક્લોટ્સ સહિતનાને દૂર કરી ઇંજરી કેટલી ઊંડી છે તે જોવામાં આવી હતી. હાલ આ યુવકની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચોઃAhmedabad Crime: વટવામાં સામાન્ય બોલાચાલીની અદાવતમાં મિત્રએ કરી મિત્રની હત્યા
વીડિયો કૉલમાં થયો ઝઘડોઃ સમગ્ર મામલે ઈજાગ્રસ્ત યુવાનના મામાએ જણાવ્યું હતું કે, છોકરીના ચક્કરમાં તેના ભાણેજ આ પ્રકારનું કૃત્ય આચર્યું છે. છોકરી સાથે માથાકૂટ થતાં તેને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું છે. બીજી તરફ ચર્ચાતી વાત મુજબ, ઈજાગ્રસ્ત યુવાનને એક ગર્લફ્રેન્ડ છે. તે દરરોજ પોતાની ગર્લફ્રેન્ડ સાથે વીડિયો કોલમાં વાત કરતો હતો. તે વખતે બંને વચ્ચે કોઈ કારણોસર માથાકુટ થઈ હતી. તેના કારણે તેણે પોતાના ગુપ્તાંગ પર બ્લેડ મારી દીધી હતી.