2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની કારમી હાર થઈ છે. જ્યારે ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. જેને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વિકારીને દિલ્હી ખાતે મળેલી કોંગ્રેસની CWCની બેઠકમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બીજી તરફ CWCએ રાહુલનું આ રાજીનામું મંજૂર કર્યું નથી. જ્યારે રાહુલ દ્વારા રાજીનામું આપવામાં આવતા રાહુલના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રાહુલના સમર્થનમાં રાજકોટ મહિલા કોંગ્રેસ રસ્તા પર, રાજીનામું પરત ખેંચવાની માંગ
રાજકોટઃ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ CWCની બેઠકમાં અધ્યક્ષ પદેથી રાજીનામુ ધરી દીધું છે અને હારનો સ્વીકાર કર્યો છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષનું રાજીનામું હજુ સુધી CWC દ્વારા મજૂર કરાયું નથી. જો કે રાહુલ પોતાનું રાજીનામુ પરત ખેંચે અને અધ્યક્ષ પદ પર કાર્યરત રહે તેવી માંગ સાથે રાજકોટ કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા રાહુલના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને રાજીનામુ પરત ખેંચવાની માંગ કરી હતી.
રાહુલના સમર્થનમાં રાજકોટ મહિલા કોંગ્રેસ રસ્તા પર, રાજીનામું પરત ખેંચવાની માંગ
જેને લઈને આજે રાજકોટના ત્રિકોણબાગ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ગાયત્રી બા વાઘેલાની આગેવાનીમાં રાહુલ સમર્થનમાં હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને રાહુલ પોતાનું રાજીનામું પરત ખેંચે અને અધ્યક્ષ પદ પર ફરી કાર્ય કરે તેવી માંગ કરવામાં આવી હતી.