ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટવાસીઓને ડિસેમ્બર સુધીમાં મળશે નવનિર્મિત આધુનિક બસ સ્ટેન્ડ - gujarati news

રાજકોટઃ શહેરના ઢેબર રોડ પર વર્ષો જૂનું બસ સ્ટેન્ડ તોડીને ત્યાં નવું બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ છે. જે કામ બસ હવે પૂર્ણતાના આરે છે. બસ સ્ટેન્ડમાં અંદાજિત 70થી 75 ટકા જેટલી કામ પૂર્ણ થઈ ગયું છે. તેમજ બસ સ્ટેન્ડનું પ્લાસ્ટર અને ઇન્ટિરિયર અને લાઈટિંગ જેવું નાનું નાનું કામ જ બાકી છે. રાજકોટમાં નવું નિર્માણ પામેલ બસસ્ટેન્ડનો લાભ મુસાફરોને આગામી ડિસેમ્બર સુધીમાં મળી શકશે.

rajkot

By

Published : May 17, 2019, 6:07 PM IST

સૌરાષ્ટ્રના રાજકોટમાં આગામી ડિસેમ્બર સુધીમાં એક આધુનિક કક્ષાનું નવું બસ સ્ટેશન બનશે. હાલ જે ઢેબર રોડ પર આવેલ જૂનું બસ સ્ટેન્ડ હતું, ત્યાં છેલ્લા કેટલાક સમયથી તે બસસ્ટેન્ડ તોડી પાડીને તેની જગ્યાએ નવું બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ છે. આ કામ બસ હવે પુર્ણતાના આરે છે.

રાજકોટવાસીઓને ડિસેમ્બર સુધીમાં આધુનિક બસ સ્ટેન્ડનો મળશે લાભ
આ અંગે રાજકોટ એસ.ટી ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં નિર્માણ પામનાર નવું બસ સ્ટેશનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. તેમજ તેનું 70થી 75 ટકા જેટલું એટલે કે મોટાભાગનું કામ પુર્ણ થઈ ગયું છે. હવે બસ માત્ર નવા પાંચ માળના બિલ્ડિંગને પ્લાસ્ટર અને ઇન્ટિરિયરનું તેમજ લાઇટિંગ જેવા નાના નાના કામ બાકી છે. આ સમગ્ર બસ સ્ટેશનનું કામ અંદાજિત ડિસેમ્બર પહેલા પૂર્ણ થઈ શકે છે અને લોકોને પણ આ સમય દરમિયાન તેનો લાભ મળી શકે છે.

ABOUT THE AUTHOR

...view details