ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News: સફાઈ કામદારના મોતનો મામલો, રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ રાજકોટ દોડી આવ્યા - રાષ્ટ્રીય સફાઈ કામદાર

રાજકોટમાં સફાઈ કામદાર ગટર સાફ કરતા સમયે ભુગર્ભ ગટરની અંદર ઝેરી ગેસની અસરથી ગુંગળાઈ જવાના કારણે મોત થયું હતું. જેમાં કોન્ટ્રાક્ટરનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ રાજકોટ દોડી આવ્યા હતા.

સફાઈ કામદારના મોતનો મામલો, રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ રાજકોટ દોડી આવ્યા
સફાઈ કામદારના મોતનો મામલો, રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ રાજકોટ દોડી આવ્યા

By

Published : Mar 28, 2023, 9:14 AM IST

રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ રાજકોટ દોડી આવ્યા

રાજકોટઃ દર વર્ષએ હજારોની સંખ્યામાં ગટર સાફ કરવાથી મજૂરોના મોત થાય છે.જેને લઇને થોડા સમય માટે તો કુતુહુલ જોવા મળે છે. પરંતુ જેસે થે એવી સ્થિતી પણ થોડા દિવસમાં જોઇ પણ શકાય છે. આ ગરટના કારણે કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવે છે. પરંતુ કોઇ સુરક્ષાને લઇને કામગીરી કરવામાં આવતી નથી. ફરી વાર એવી જ એક ઘટના રાજકોટમાં બની હતી. જેમાં સફાઈકામદાર અને કોન્ટ્રાક્ટરનું ભુગર્ભ ગટરની અંદર ઝેરી ગેસની અસરથી ગુંગળાઈ જવાના કારણે મોત થયું હતું.

રાજ્યભરમાં હાહાકાર:જેને પગલે રાજ્યભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. એવામાં આજે રાજકોટ ખાતે રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ આવી પહોંચી હતા. તેમજ તેમને ઘટના સ્થળની મુલાકાત પણ લીધી હતી. સફાઈ કામદારના પરિવારને સહાયનો ચેક અર્પણ કર્યો હતો.તો બીજી બાજુ આ પ્રકારની ઘટનાને લઈને જનજાગૃતિનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો Rajkot News: ગાંધીજીની ડિગ્રી વિવાદ વચ્ચે રાષ્ટ્રીય શાળાના ટ્રસ્ટીએ કહ્યું, LGને ઇતિહાસની ખબર નથી

બે લોકોના ગયા હતા જીવ:રાજકોટમાં બે દિવસ પહેલા એક સફાઈ કામદાર અને કોન્ટ્રાક્ટરનું ભુગર્ભ ગટરમાં ઝેરી ગેસની અસર થવાના કારણે જીવ ગયો હતો. જેને પગલે રાજકોટની માલવીયાનગર પોલીસ દ્વારા મૃતક કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ આ ગુનામાં જે પણ લોકો સામેલ હશે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ અંજના પવાર પણ રાજકોટ ખાતે દોડી આવ્યા હતા. સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કલેકટર તેમજ મનપા કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ઘટનાનો સંપૂર્ણ અહેવાલ માંગ્યો હતો.

આ પણ વાંચો Rajkot Crime: યુવકને સમાધાન માટે બોલાવી ભાજપ અગ્રણીએ આપ્યો ધોકાપાક, નોંધાઈ એટ્રોસિટીની ફરિયાદ

ચેક અર્પણ કરાયો:જ્યારે રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ અંજના પવારે આ મામલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે લોકો આ પ્રકારનું કામ કરાવી રહ્યા છે. ખરેખર તેમની જ ભૂલ કહેવાય. જ્યારે આ પ્રકારની ઘટનાને લઈને જનજાગૃતિનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. આ સાથે જ સુરક્ષાના સાધનો વગર કોઈ પણ વ્યક્તિએ ભૂગર્ભ ગટરમાં ઉતરવું જ ન જોઈએ. જ્યારે આ ગરીબ કર્મચારી વર્ગ છે. જેઓ પોતાના બાળકોના ભરણપોષણ માટે મજબૂર થઈને આ પ્રકારનું કામ કરતા હોય છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે મેં ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી. જ્યાં મેં જોયું હતું કે આ કર્મચારીઓ ભૂગર્ભ ગટરમાં જ ઉતર્યા હતા. આ પ્રકારની ઘટનાને લઈને મેં ભવિષ્યમાં આવું ન થાય તે માટે અધિકારીઓને પણ સૂચના આપી છે.

ABOUT THE AUTHOR

...view details