- રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ત્રિપલ અકસ્માત
- બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત, માતા-પુત્ર ઈજાગ્રસ્ત
- અકસ્માત સર્જી કાર ચાલક ફરાર
રાજકોટઃ રાજકોટ-ગોંડલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે વધુ એક અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી નિયંત્રણ ગુમાવતા પ્રથમ સ્કૂટરને અડફેટે લીધા હતા. ત્યારબાદ ડિવાઇડર કૂદી સામેથી આવતા બાઇકને પણ અડફેટે લઈ ફંગોળ્યું હતું. જેમાં બાઇકમાં સવાર બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે સ્કૂટર પર સવાર માતા-પુત્રને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતના કારણે રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. સમગ્ર ઘટનાની જાણ ગોંડલ તાલુકા પોલીસને થતાં ઘટનાસ્થળે દોડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.