ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરાજી વોર્ડ નં 8ની મહિલાઓ થાળી અને વેલણ વગાડી રોષ વ્યકત કર્યો - rajkot samachar

રાજકોટઃ ધોરાજીના જમનાવડ રોડ પર આવેલ મહેંદી વાડી વિસ્તાર અને વોર્ડ નં 8માં રહેતી મહીલાઓ દ્વારા રોડ રસ્તા, સાફ સફાઈ, સ્ટ્રીટ લાઈટ, મુદ્દે થાળી વેલણ વગાડીને વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું. મહિલાઓએ નગરપાલિકા હાય..હાય..નાં નારા લગાડીને રોષ વ્યકત કર્યો હતો.

ETV BHARAT
રાજકોટ: ધોરાજી વોર્ડ નં 8ની મહિલાઓ થાળી અને વેલણ વગાડી રોષ વ્યકત કર્યો

By

Published : Dec 27, 2019, 8:41 PM IST

ધોરાજીનાં જમનાવડ રોડ પર આવેલ મહેંદી વાડી વિસ્તાર અને વોર્ડ નં 8માં છેલ્લાં ઘણાં સમયથી ભૂગર્ભ ગટર યોજના પૂરી થઇ હોવાં છતાં તંત્ર દ્વારા ખોદાયેલા રસ્તાઓ હજુ સુધી સમારકામ કરવામાં આવ્યુ નથી.

રાજકોટ: ધોરાજી વોર્ડ નં 8ની મહિલાઓ થાળી અને વેલણ વગાડી રોષ વ્યકત કર્યો

સાફ સફાઈ સ્ટ્રીટ લાઈટ તથા પ્રાથમિક સુવિધાઓ પુરી ન પાડવામાં આવતાં મહેંદી વાડી વિસ્તાર આખાં ગામમાં રસ્તાઓનાં કામો થઈ રહ્યા છે. પણ અમારા વિસ્તારમાં હજુ સુધી કામો થયા નથી અને વાહલા દોહલાની નીતિ કેમ રાખી રહયાં છે. ત્યારે મહેંદીવાડી વિસ્તારની મહીલાઓ દ્વારા થાળી વેલણ વગાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.
.

ABOUT THE AUTHOR

...view details