ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં હત્યા કરેલી હાલતમાં મળી આવેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો - Rajkot

રાજકોટમાં લોધીકા અને રિબડા વચ્ચે 4 દિવસ પહેલા જૂનાગઢની મહિલાનો મૃતદેહ મળ્યો હતો. મહિલાની હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

etv bharat
રાજકોટ : 4 દિવસ પહેલા હત્યા કરેલી હાલતમાં મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયો

By

Published : Apr 18, 2020, 11:23 PM IST

રાજકોટ: 14 એપ્રિલે લોધીકાથી રીબડા જતા રોડ પર વાડીમાં અજાણી મહિલાની હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે આ અંગે તપાસ કરતા મૃતક મહિલા કિરણબેન કિશોરભાઈ પરમાર રહે. મૂળ જૂનાગઢના છે, તેમ સામે આવ્યું હતું. મૃતક કિરણબેન અપરણીત હોવાનું અને રાજકોટના જામનગર રોડ પર રહેતા બાવાજી પરિવારને ત્યાં ઘરકામ કરતી હતી.

કિરણ બાવાજી પરિવારને જૂનાગઢ માતા-પિતાને ઘરે જવુ છે. તેમ કહીને ઘરેથી નિકળી હતી અને બાદમાં મંગળવારે તેની લોધીકા અને રિબડા વચ્ચે હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

રાજકોટ : 4 દિવસ પહેલા હત્યા કરેલી હાલતમાં મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયો

રૂરલ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ શહેર તેમજ ગોંડલ રોડ વિસ્તારમાં અલગ અલગ સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરતા મૃતક કિરણ મોટર સાયકલમાં બેસીને જતા જોવા મળી હતી. જે અંગે તપાસ કરતા મોટર સાયકલ પર કિરણ અનિલ ઉર્ફે અજય વાળા નામના વ્યકિત સાથે જતી હતી. જેની પુછપરછ કરતા બન્ને વચ્ચે ઝઘડો થતા અનિલે કિરણની હત્યા કર્યો હોવાનું સામે આવ્યું હતું. અનિલ આ અગાઉ પણ ખુન અને ખુનની કોશિષના ગુન્હામા પકડાઇ ચુકયો છે. પોલીસે અનિલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details