રાજકોટઃરાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલ પામ યૂનિવર્સમાં રહેતા અને મહાનગરપાલિકાની ઇસ્ટઝોન શાખામાં એડિશનલ આસિસ્ટ એન્જીનીયર તરીકે ફરજ બજવતા પરેશ જોશીએ બે દિવસ અગાઉ ન્યારી ડેમમાં પડીને આપઘાત(Rajkot Manpa engineer commits suicide ) કરી લીધો હતો. ત્યારે આ મામલે તેઓને અજાણ્યા ઈસમો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના કારણે તેમને આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું. જો કે હવે આ મામલે પરેશ જોશીના પત્નીએ(Rajkot suicide case ) તાલુકા પોલીસ મથકમાં બે શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જ્યારે પોલીસે (Rajkot Taluka Police)પણ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃDevelopment Work In Junagadh: 70 લાખથી વધુના વિકાસ કામોને મંજૂરી, 32 લાખના ખર્ચે થશે દામોદર કુંડનું નવીનીકરણ
બે શખ્સો વિરુદ્ધ નોંધાઇ પોલીસ ફરિયાદ
પરેશ જોશીના પત્ની મિલી જોશીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે તેમના પતિ છેલ્લા કેટલાકદિવસોથી ચિંતામાં રહેતા હતા. જ્યારે આ મામલે પતિને પૂછતાં પતિએ જણાવ્યું હતું કે નવાગામથી હાઈવે સુધીના આર.સી.સી રોડના કામ બાબતે મધુરમ કન્ટ્રક્શન વાળા હાર્દિક ચંદારાણા અને મયુર તેમને રોડ લેયર કે રોડ મેપિંગનું કામ કરવા દેતા નથી અને સાઇટ પર પણ જવા દેતા નથી. જ્યારે કન્ટ્રક્શન અને મનપાના ઉપરી અધિકારીઓ વચ્ચેની તકરામમાં હું પીસાઈ રહ્યો છું.
કોઈનો ફોન આવ્યો અને વાત કરતા કરતા બહાર ગયા: પત્ની
જ્યારે આ મામલે એન્જીનીયરની પત્ની મિલી જોશીએ વધુમાં જણાવ્યું કે 30 તારીખે પતિ ઘરે આવ્યા હતા. ત્યારે પણ હાર્દિક અને મયુર મને જીવવા દેશે નહિ તેવી વાત કરતા હતા. ત્યારબાદ તેમને બપોરે ઘરે જમ્યું હતું અને કોઈનો ફોન આવતા તેઓ ફોન પર વાત કરતા કરતા ઘરેથી નીકળી ગયા હતા અને ત્યારબાદ સાંજે તેમને આપઘાત કર્યો હકવાના સમાચાર મળ્યા હતા. જેને લઈને મેં રાજકોટ તાલુકા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચોઃભારતીય સેનાની દરિયાદિલી, દિશા ભટકેલા પાકિસ્તાની યુવકને પરત સોંપવામાં આવ્યો