રાજકોટમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતો ઈસમ પિસ્તોલ સાથે ઝડપાયો - Sog
રાજકોટઃ જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે એક શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સ પાસેથી એસઓજીને દેશી બનાવટની પિસ્તોલ અને કાર્તૂસ મળી આવ્યા છે. એસઓજીએ ઝડપી પાસેલ આ ઈસમ અગાઉ મારામારી અને ખંડળીઓના ગુન્હાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. હાલ તેની વધુ પૂછપરછ શરૂ છે.
રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને વધુ એક સફળતા લાગી છે. શહેરના જામનગર રોડ પે આવેલ દ્વારકાધીશ પેટ્રોલપંપ નજીકથી એક ઇસમને દેશી બનાવતી પિસ્તોલ અને એક જીવતા કાર્તુસ સાથે ઝડપી પાડ્યો છે. ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયેલ અનિરૂદ્ધ સિંહ ઉર્ફ અનોપસિંહ ગોહિલ નામનો ઈસમ અગાઉ પણ ખંડળી અને મારામારીના ગુન્હાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. ઇસમની વધુ પૂછપરછ કરાતા સામે આવ્યું છે કે તેને અગાઉ જૂની અદાવત ચાલતી હોય જેને લઈને આ ગેરકાયદેસર હથિયાર રાખ્યું હતું. હાલ પોલીસે આ હથિયાર ક્યાંથી અને કોની પાસેથી લાવવામાં આવ્યા છે તે અંગેની તપાસ હાથધરી છે.