રાજકોટમાં અપહરણ થયેલી કિશોરીને શોધી તેના આરોપીઓ જેલ હવાલે કરાયા - RJT
રાજકોટઃ જિલ્લા ગ્રામ્યમાં એક વર્ષ પહેલા એક આરોપી કિશોરીને ઉપાડી ગયો હતો, તેને પકડવા રાજકોટ ગ્રામ્યના જસદણ પોલીસને જિલ્લા પોલીસ તરફથી પકડવાના આદેશ આપવામાં આવ્યા હતા, જેમાં જસદણ ઇન્ચાર્જને આરોપીઓને પકડવામાં સફળતા મળી છે.
રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક એચ. એમ. જાડેજાને ગોંડલ વિભાગ તરફથી નાસતા ફરતા આરોપીઓ તથા અપરણ થયેલ બાળકોને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે જસદણ ઇન્ચાર્જ સી. પી. આઇ, વી. આર. વાણીયા તથા PSI કે. પી. મેતા આટકોટ પોલીસ સ્ટેશન તથા હેડ કોન્સ્ટેબલ જગત તેરૈયા, નરેશ રાઠોડ, હિતેષ, કાળુભાઇ, અલ્પેશ ઓતરાદીયાની CPI ટીમે સૂચના અને માહિતીના આધારે આટકોટ પોલીસ સ્ટેશનના એક વષૅથી નાસતા ફરતા આરોપી હિતેષ ડેરવાળીયા અને વલ્લભ મકવાણાને ઢેઢુકી(તા.સાયલા ગામે)થી ભોગ બનનાર સાથે શોધી કાઢ્યા હતા. તેમજ આરોપીની અટકાયત કરવામાં આવી છે.