ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime News: મોડી રાત્રે કારખાનામાંથી ઝેરી ગેસ લીક થયો, લોકોના શ્વાસ રુંધાયા - સિવિલ હોસ્પિટલ

રાજકોટમાં ગત મોડી રાત્રે એક કારખાનામાંથી ઝેરી ગેસ લીક થયો હતો. આ ગેસ ગળતરથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા જેવી અસરો થઈ હતી. અસરગ્રસ્તોને 108 મારફતે સિવિલમાં ખસેડવામાં આવ્યા. વાંચો ગેસ ગળતરના સમાચાર વિશે વિગતવાર

મોડી રાત્રે કારખાનામાંથી ઝેરી ગેસ લીક થયો, લોકોના શ્વાસ રુંધાયા
મોડી રાત્રે કારખાનામાંથી ઝેરી ગેસ લીક થયો, લોકોના શ્વાસ રુંધાયા

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2023, 3:19 PM IST

મોડી રાત્રે કારખાનામાંથી ઝેરી ગેસ લીક થયો, લોકોના શ્વાસ રુંધાયા

રાજકોટઃ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોડિયારનગર ખાતે મોડી રાત્રે એકાએક ઝેરી ગેસની અસર વાતાવરણમાં જોવા મળી. અહીં રહેતા સ્થાનિકોમાં શ્વાસ લેવાની તકલીફો થવા લાગી. આ ઉપરાંત આંખોમાં બળતરા અને ઉલટી થવાના પણ કિસ્સા બન્યા હતા. કેટલાક સ્થાનિકોની તબિયત વધુ ગંભીર થતાં 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાક્રમઃ રાજકોટના થોરાળા વિસ્તારમાં અનેક ગેરકાયદેસર કારખાનાઓ અને નાની ફેક્ટરીઓ ધમધમી રહી છે. આ યુનિટોમાં ગેરકાયદેસર અને હાનિકારક કેમિકલનો સરેઆમ અને બેફામ ઉપયોગ થતો જોવા મળે છે. આ કેમિકલના ઉપયોગ બાદ ઝેરી ગેસ અને વેસ્ટ કેમિકલ વાતાવરણ તેમજ પાણીમાં કોઈપણ પ્રકારની પ્રોસેસ કર્યા વિના છોડી દેવામાં આવે છે. જેનાથી વારંવાર સ્થાનિકોમાં આરોગ્ય સમસ્યાઓ સર્જાય છે. આવી જ એક ઘટના ગઈકાલે મોડી રાત્રે બની હતી. થોરાળા વિસ્તારના વસંત નામના કારખાનામાં મુર્તિઓ અને ઘરેણાં બને છે. આ કારખાનામાંથી અવારનવાર ઝેરી ગેસ હવામાં છોડાય છે અને ઝેરી એસિડયુક્ત પાણી પણ છોડવામાં આવે છે. ગઈકાલ રાત્રે પરિસ્થિતિ વણસી ગઈ હતી. સ્થાનિકોને ઝેરી ગેસ ગળતરને પરિણામે અનેક આરોગ્ય સમસ્યાઓનો ભોગ બનવું પડ્યું હતું. અનેક સ્થાનિકોને આંખો બળવી, ઉલ્ટી થવી તેમજ શ્વાસ લેવામાં તકલીફો જેવી સમસ્યાઓ થઈ હતી. અસરગ્રસ્તોને સારવાર અર્થે 108માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઈ છે. કારખાનાના માલિકે કારખાનું ખસેડવાની બાંહેધરી આપી છે.

ગઈકાલે રાત્રે મારા ઘરની પાસે આવેલા વસંત ઓર્નામેન્ટ નામક કારખાનામાંથી ઝેરી ગેસ લીક થતો હતો. આ ઝેરી ગેસની અસરને લીધે મારી પત્ની અમે માતાને શ્વાસ સંબંધી તકલીફો શરુ થઈ હતી. 108 બોલાવીને તાત્કાલિક તેમણે સિવિલ હોસ્પિટલ પહોંચાડાયા. તેમની સ્થિતિ વધુ ગંભીર હોવાને લીધે પ્રાઈવેટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અમે અવારનવાર આ મામલે ઉગ્ર રજૂઆતો કરીએ છીએ પણ કોઈ નક્કર ઉકેલ આવતો નથી. તેથી મેં આ સમગ્ર મામલે પોલીસ કમ્પલેન કરી છે...ભરત ચૌહાણ(સ્થાનિક, રાજકોટ)

  1. ગાંધીનગર ખાત્રજની ફાર્મા કંપનીમાં ગેસ ગળતરથી 5 મજૂરોના મોત
  2. વેરાવળની રેયોન કંપનીમાં ગેસ લીકેજની ફરિયાદ સાથે લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યાં

ABOUT THE AUTHOR

...view details