રાજકોટઃઉત્તર પ્રદેશમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા પ્રયાગરાજ હિંસાના (Prayagraj violence)મુખ્ય આરોપીના ઘર પર બુલડોઝર ચલાવ્યું હતું. આ સમગ્ર બાબતે પ્રયાગરાજ હિંસાની આ ઘટનામાં બદલો લેવા માટેના ઈરાદાઓ સાથે ટ્રેનને ઉથલાવવાનો પયત્ન કરવામાં આવ્યો હતો, જો કે હાલ આ મામલે રાજકોટ રેલવે વિભાગની પોલીસે બે શખ્સોને ઝડપી લીધા છે ત્યારે શું છે સમગ્ર મામલો અને કોણ છે આ બન્ને ઈસમો તે જાણો અમારા આ અહેવાલમાં.
સમય સૂચકતાથી દુર્ઘટના અટકી-રાજકોટ રેલવે વિભાગના (Rajkot Railway Police )મોરબીમાં અંદાજીત 11 દિવસ પહેલા મોડી રાત્રે વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન ઉથલાવી( Wankaner Morbi Demu Train)નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉથલાવવાની ઘટનામાં રેલવે ટ્રેક ઉપર ઈટ-પથ્થરનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટ્રેનનાપાઇલોટની સમય સૂચકતાથી દુર્ઘટના અટકી હતી, ત્યારે આ બાબતે રેલવે પોલીસ ફરિયાદ નોંધાતા રેલવે પોલીસે સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસના ધમધમાટ શરૂ કરતાઆ ઘટનામાં રાજકોટ રેલવે પોલીસે ટેક્નિકલ અને હ્યુમન સર્વેલન્સ આધારે 2 આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃગૃહ રાજ્યપ્રધાનની મુલાકાત પછી આ જિલ્લામાં થયું એવું કે પોલીસ થઈ દોડતી
બદલો લેવા કાવતરું -ઉત્તરપ્રદેશમાં CM યોગી આદિત્યનાથ દ્વારા પ્રયાગરાજ હિંસાના મુખ્ય આરોપીના ઘર પર બુલડોઝર ચલાવ્યું હતું. આ સમગ્ર બાબતે પ્રયાગરાજ હિંસાની આ ઘટનામાં બદલો લેવા માટેના ઈરાદાઓ સાથે અકબર ઉર્ફે હક્કો દાઉદ મિયાણા અને લક્ષમણ મગન ઈશોરાએ સમગ્ર બાબતનો બદલો લેવા માટે ટ્રેન ઉથલાવી નાખવાનું કાવતરું ઘડ્યું હતું.
વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેન -ટ્રેન ઉથલાવવાના પ્રયત્નમાં આ અંગે રાજકોટ રેલવે વિભાગના D.Y.S.P. જે.કે.ઝાલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજથી 11 દિવસ પહેલા રાજકોટ રેલવે ડીવીઝનના વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન તેમની સર્વિસ માટે મોરબી ખાતે આવી હતી અને બાદમાં રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં સર્વિસ માટે આવેલ આ ડેમુ ટ્રેનની સર્વિસ થઇ જતા તેમને પરત તુરંત મુસાફર વગરની ખાલી ડેમુ ટ્રેનને વાંકાનેર રેલવે સ્ટેશન જવા માટે રવાના કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃગુજરાતમાં અસામાજિક તત્વોનો આતંક, રેલવે ટ્રેક પર દિવાલ બનાવી
ડેમુ ટ્રેનનું એન્જિન અથડાઇને ઊભું રહી ગયું -આ દરમિયાન અંદાજીત પોણા ચાર વાગ્યાના અરસામાં આ ડેમુ ટ્રેન મકનસર-વાંકાનેર સ્ટેશન વચ્ચે આવતા ડેમુ ટ્રેનના ચાલક સલીમભાઇ મન્સુરીને રેલવે ટ્રેક પર કોઈ નડતરરૂપ વસ્તુઓ પડી હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે લોકો પાયલોટને નડતરરૂપ વસ્તુઓ દેખાતા ચાલક સલીમભાઇએ તુરંત જ સતર્કતા દાખવી અને ડેમુ ટ્રેનની ઇમર્જન્સી બ્રેક મારી દીધી હતી જેને કારણે બ્રોડગેજ લાઇનની ટ્રેક પર પડેલા જથ્થા સાથે ડેમુ ટ્રેનનું એન્જિન અથડાઇને ઊભું રહી ગયું હતું. આ ગંભીર ઘટના અંગે સલીમભાઇએ રાજકોટ રેલવે એન્જિનિયર કંટ્રોલ રૂમને સમગ્ર બનાવને લઈને જાણ કરી હતી.
બે આરોપીઓને ઝડપી લીધા -રાજકોટ રેલવે વિભાગના વિસ્તારમાં બનેલા આ બનાવમાં રેલવે ટ્રેકને કોઇ નુકસાન થયું ન હતું જો કે રેલવે ટ્રેકનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યા બાદ પાંચ વાગ્યે ડેમુ ટ્રેનને વાંકાનેર રેલવે સ્ટેશન માટે રવાના કરી હતી. જેમાં હાલ આ ઘટના મામલે રેલવે અધિકારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા રેલ્વે પોલીસે ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરનાર અજાણ્યા શખ્સો વિરૂદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ બાબતે રેલવે પોલીસે ટેક્નિકલ અને હ્યુમન સર્વેલન્સ આધારે કરેલ તપાસ અને મળેલી બાતમીના આધારે બે આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં અકબર ઉર્ફે દાઉદ મિયાણા અને મગન લક્ષમણ કોળીની ધરપકડ કરીને રેલવે વિભાગ દ્વારા ઝડપાયેલા આ બન્ને વ્યક્તિઓ સામે વધુ પૂછતાછ અને તપાસ શરૂ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.