રાજકોટ:નવા વર્ષની શરૂઆતમાં જ રાજકોટમાં ખાનગી (Rajkot paper leak private school) શાળાનું પેપર ફૂટવાની ઘટના સામે આવી છે. શાળામાં લેવાનાર આંતરિક પરીક્ષાનું પેપર હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે. આ પેપર કોણે વાયરલ કર્યું છે તે હજુ સુધી સામે આવ્યો નથી પરંતુ ધોરણ 11નું આ પેપર છે. જ્યારે અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ રાજ્ય સરકારની ભરતીના પેપર ફૂટવાની પણ ઘટનાઓ સામે આવી છે. એવામાં રાજકોટમાં ખાનગી શાળાનું પેપર ફૂટવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો: બનાસકાંઠાની મા.ઉ.મા શાળાના કર્મચારીઓના વહીવટી અધિવેશન બેઠક યોજાઈ
ધો.11નું પેપર:રાજકોટની ખાનગી શાળા શ્રદ્ધા વિદ્યાલયના ધો. 11ના બે પેપર ફૂટ્યા છે. આ બંને પેપર 50-50 માર્કના છે. જ્યારે આ પેપર આગામી તારીખ 3 અને 4 જાન્યુઆરીએ લેવાના હતા. પરંતુ આ પેપર લેવાય તે પહેલા જ તે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. જ્યારે સોશિયલ મીડિયામાં પેપર આવતા અનેક સવાલો શાળા તંત્ર પર પણ ઊભા થઈ રહ્યા છે. આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જ્યારે ધોરણ 11ના બે પેપર એક સાથે ફૂટવાની ઘટના સામે આવતા વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.