રાજકોટઃ હાલમાં IPL T20 મૅચ રમાઈ રહ્યો છે, ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સટ્ટોડિયાઓને જાણે મોકળું મેદાન મળી ગયું હોય એમ લાઈવ મૅચ પર સટ્ટો રમી અને રમાડી રહ્યા છે. જેને લઈને રાજકોટમાં પણ પોલીસ દ્વારા આવા સટ્ટો રમતા અને રમાડતા શખ્સ પર વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે રાજકોટની તાલુકા પોલીસે બાતમીના આધારે એક શખ્સને ઝડપી પાડ્યો છે.
IPL T20 લાઈવ મૅચ પર સટ્ટો રમતા શખ્સને રાજકોટ પોલીસે ઝડપી પાડ્યો - Gujarat NewsMatch between Chennai and Bangalore
હાલમાં IPL T20 મૅચ રમાઈ રહ્યો છે, ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સટ્ટોડિયાઓને જાણે મોકળું મેદાન મળી ગયું હોય એમ લાઈવ મૅચ પર સટ્ટો રમી અને રમાડી રહ્યા છે. જેને લઈને રાજકોટમાં પણ પોલીસ દ્વારા આવા સટ્ટો રમતા અને રમાડતા વ્યક્તિઓ પર વોચ રાખવામાં આવી રહી છે.
IPL T20 લાઈવ મેચ પર સટ્ટો રમતા સખ્શને રાજકોટ પોલીસે ઝડપી પાડ્યો
ચતુરભાઈ ગણેશભાઈ ભીમાણી નામનો સખ્શ શહેરના કાલાવડ રોડ પર આવેલા સત્યસાઈ હોસ્પિટલ નજીક મોબાઈલ ફોન પર ક્રિકેટનો સટ્ટો રમી અને રમાડી પણ રહ્યો હતો. તેવી જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, વ્યક્તિ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જ બેંગ્લોર વચ્ચે રમાઈ રહેલી લાઈવ મૅચ ઓર રનફેર પર સટ્ટો રમી રહ્યો હતો.