હિન્દુ-મુસ્લિમ એકતા અર્થે રાજકોટ પોલીસે કર્યું શાંતિ સંમેલનનું આયોજન - Hindu-Muslim Community
રાજકોટ: હાલ હિન્દુ અને મુસ્લિમ સમુદાયમાં ધાર્મિક તહેવારોનો દોર ચાલી રહ્યો છે. જેથી બંને પક્ષો વચ્ચે શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે રાજકોટ પોલીસે શાંતિ સમેલનનું આયોજન કર્યુ હતું. જેમાં બંને સમુદાયના આગેવાનો હાજર રહ્યાં હતાં.
હિન્દુ-મુસ્લિમ ભાઈઓ સાથે રાજકોટ પોલીસે યોજયું શાંતિ સંમેલન
હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ માસના સોમવારનું અનેરુ મહત્વ જોવા મળે છે. આ દિવસે ભોળેનાથ રિઝવવા માટે લોકો વિવિધ પૂજા કરાવે છે. ત્યારે મુસ્લિમ સમુદાયમાં સોમવારના રોજ આવનારી બકરી ઈદની જોરશોરથી તૈયારી ચાલી રહી છે. જેથી આ દિવસે બંને સમુદાયમાં ધાર્મિક કારણોને લઈ કોઇ અણબનાવ ન બને, તે માટેની શહેરની આજીડેમ પોલીસે શાંતિ સંમેલન યોજ્યું હતું. જેમાં બંને પક્ષોના આગેવાનો વચ્ચે વિવિધ મુદ્દાઓને લઈ સમજૂતી કરી હતી. તેમજ સૌએ એકબીજાને તહેવારની શુભેચ્છા પાઠવી હતી.