ગુજરાત

gujarat

ETV Bharat / state

DGP શિવાનંદ ઝાએ રાજકોટ પોલીસની કામગીરી બિરદાવી

ભારતમાં હાલ કોરોના વાઇરસના સંક્રમણના કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે. જેનું પોલીસ દ્વારા ચુસ્તપણે અમલ કરાવવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં લોકડાઉન દરમિયાન પોલીસની કામગીરીને લઈને રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રસંશા કરી હતી.

DGP શિવાનંદ ઝાએ રાજકોટ પોલીસની કામગીરી બિરદાવી
DGP શિવાનંદ ઝાએ રાજકોટ પોલીસની કામગીરી બિરદાવી

By

Published : May 11, 2020, 10:42 AM IST

રાજકોટઃ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદના નેજા હેઠળ સમગ્ર શહેરમાં પોલીસ લોકડાઉનનો કડક અમલ કરાવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં બિનજરૂરી અવર-જવર કરતા 20 હજાર વાહનો ડિટેઇન કરાયા છે. જ્યારે એક જ વાહન બે કે તેથી વધુ વખત ડિટેઇન થયું હશે તો તેના વિરુદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી પણ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર માહિતી વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 63 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં 4 પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં એક કોરોનાના પોઝિટિવ દર્દીનું મોત થયું છે. હાલ અન્ય શહેરોની તુલનામાં રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ઓછી છે. તેમજ પોલીસ દ્વારા પણ રાજકોટમાં કડક લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને રાજ્યભરમાં રાજકોટ પોલીસની પ્રસંશા કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details