ગુજરાત

gujarat

ETV Bharat / state

Railway News : રાજકોટ ઓખા અમદાવાદને જોડતી રેલવે લાઈનનું કાર્ય પૂર્ણ, પ્રવાસીઓને અનેક ફાયદાઓ - electrification rail line

રેલવેમાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવે દ્વારા અમદાવાદ, રાજકોટ, ઓખાને જોડતી રેલવે લાઇન ઈલેક્ટ્રિકફીકેશનના કાર્યનું પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં ઇલેક્ટ્રીક ટ્રેન દોડતી થશે. આ ઇલેક્ટ્રીક ટ્રેનથી પર્યાવરણથી લઈને પ્રવાસીઓને અનેક ફાયદાઓ થશે.

Railway News : રાજકોટ ઓખા અમદાવાદને જોડતી રેલવે લાઈનનું કાર્ય પૂર્ણ, પ્રવાસીઓને અનેક ફાયદાઓ
Railway News : રાજકોટ ઓખા અમદાવાદને જોડતી રેલવે લાઈનનું કાર્ય પૂર્ણ, પ્રવાસીઓને અનેક ફાયદાઓ

By

Published : Jun 24, 2023, 9:32 PM IST

રાજકોટ ઓખા અમદાવાદને જોડતી રેલવે લાઈનનું કાર્ય પૂર્ણ

રાજકોટ : રેલવે દ્વારા પ્રવાસ કરતા લોકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરથી ઓખા સુધીનું ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થયું છે અને ટૂંક સમયમાં જ ઇલેક્ટ્રિક રેલવે એન્જિન સાથેની ટ્રેન અમદાવાદથી રાજકોટ અને ઓખા સુધી દોડશે. અહીંયા ઇલેક્ટ્રિક એન્જિન સાથેની ટ્રેનો શરૂ થવાથી ડીઝલ એન્જિનો દ્વારા ફેલાતું પ્રદૂષણ બંધ થતાં પર્યાવરણને લાભ મળશે. સ્પીડ વધવાથી પ્રવાસીઓના સમયમાં ફાયદો થશે તેમજ વધુ ટ્રેનો મળવાથી પ્રવાસીઓને પણ રાહત મળશે. આ સાથે જ રેલવેને પણ ડીઝલ એન્જિન કરતાં ત્રીજા ભાગના ખર્ચમાં મોટો ઘટાડો નોંધાશે.

સુરેન્દ્રનગર, રાજકોટ અને રાજકોટથી ઓખા સુધીનું ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થયું છે અને પ્રિન્સિપાલ ચીફ ઇલેક્ટ્રિક એન્જિનિયર દ્વારા ઇન્સ્પેકશન પણ કરી લેવામાં આવ્યું છે. તેમજ ઓથોરાઈઝેશન પણ મળી ચૂક્યું છે. જોકે ઓથોરાઈઝેશન કેટલીક શરતોને આધીન અપાયું છે, જે અંગેની પ્રક્રિયા પૂરી થતાં અંદાજે એકાદ મહિનામાં ઇલે. ટ્રેન દોડતી થવાની શક્યતા છે. જેનો સૌથી મોટો લાભ પર્યાવરણને મળશે, કારણ કે ડીઝલ પર ચાલતી ટ્રેન દ્વારા કાર્બનનું ઉત્સર્જન થાય છે, જેનાથી પર્યાવરણને મોટું નુકસાન થાય છે. જોકે ઇલેક્ટ્રિક ટ્રેનમાં આવું થશે નહીં. - અનિલકુમાર જૈન (DRM, રાજકોટ રેલવે ડિવિઝન)

પ્રવાસીઓને અનેક ફાયદાઓ : વધુમાં જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક ટ્રેનમાં જે એનર્જી આવે એ ઉપર લાગેલા વાયરો દ્વારા ચાલતી હોય છે. આ એનર્જી સીધી દરેક કોચમાં પહોંચતી હોવાથી લાઈટો, પંખા અને એરકંડીશનરની ગુણવત્તા વધુ સારી થતાં આ અંગેની ફરિયાદો ઘટશે. ત્રીજો અને મહત્ત્વનો ફાયદો એ થશે કે ટ્રેનની સ્પીડમાં વધારો થતાં ટ્રાવેલિંગ સમયમાં પણ ઘટાડો થશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વધુ ટ્રેનો મળશે. અમદાવાદથી ઓખા સુધીની સફરમાં અડધાથી એક કલાકનો સમય બચવા છતાં એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવાશે નહીં.

વધુ ટ્રેનો મળવાની શક્યતા : વધુમાં કહ્યું હતું કે, ડબલિંગને કારણે હવે બે ટ્રેન અલગ-અલગ ટ્રેક પર ચાલશે જેને લઈને અકસ્માતોની સંભાવના ઘટવાની સાથે ક્રોસિંગમાં થતો સમયનો વ્યય અટકશે. અત્યાર સુધી એક ટ્રેનને અટકાવીને બીજી ટ્રેનને ક્રોસિંગ આપવામાં આવતું હતું, પરંતુ ચારેક મહિના પૂર્વે ડબલિંગ શરૂ થયા બાદ હવે એની જરૂરિયાત રહી નથી. અગાઉ 93 ટકા ટ્રેન સમયસર રહેતી હતી, જેને બદલે હવે આ રૂટની 99 ટકા ટ્રેનો સમયસર ચાલવા લાગી છે. તેમજ સમયની બચત થતાં આગામી સમયમાં વધુ ટ્રેનો મળવાની શક્યતા વધી છે.

રાજકોટ પ્લેટફોર્મની કેપેસિટી માટે પ્લાનિંગ : રાજકોટથી સુરેન્દ્રનગર 116.17 કિલોમીટર અંતરમાં ડબલ ટ્રેક કરવાની કામગીરી છેલ્લા ચાર વર્ષથી ચાલતી હતી. કુલ 1056.11 કરોડના ખર્ચે થયેલી આ કામગીરી પૂર્ણ થતાં ફેબ્રુઆરી માસથી જ રાજકોટથી અમદાવાદની ટ્રેનો ડબલ ટ્રેક પર દોડવા લાગી છે. 116 કિલોમીટર રેલવે માર્ગ ડબલ થઈ જતાં અનેક સુવિધાઓ વધી જશે. સાથે સાથે લાંબા અંતરની નવી ટ્રેનો પણ રાજકોટને મળવાની પૂરી સંભાવના છે. હાલ રાજકોટ પ્લેટફોર્મની કેપેસિટી વધારવા માટે પણ પ્રોજેક્ટ પ્લાનિંગમાં છે. આ કેપેસિટી વધતા સૌરાષ્ટ્રના લોકો માટે લાંબા અંતરની ટ્રેન સુવિધા ઝડપી અને આરામદાયક બનશે એ વાત નિશ્ચિત છે.

  1. Junagadh News: આરઝી હકુમતની યાદ થઈ તાજી પલાસવા શાપુર રેલવે જોડાણ સમિતિનું ગઠન
  2. Madhya Pradesh News : જો સમયસર ટ્રેનને બ્રેક લાગી ન હોત તો સર્જાત મોટી દુર્ઘટના, જાણો સમગ્ર મામલો
  3. Surat Exclusive News : યુપી બિહારના શ્રમિકો દંડા લાફા ખાઈને ટ્રેનની મુસાફરી કરવા મજબૂર, પ્લેટફોર્મ રણભૂમિ જેવું બન્યું

ABOUT THE AUTHOR

...view details