ઉપલેટા : રાજકોટના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામ પાસેથી ગેરકાયદેસર લાકડાનો જથ્થો ઉપલેટા મામલતદારે ઝડપી પાડ્યો છે. જેમાં ઝડપાયેલા જથ્થાને સીઝ કરીને ફોરેસ્ટ વિભાગને તપાસ સોંપી છે. ઉપલેટા મામલતદારે જપ્ત કરાયેલો લાકડાનો જથ્થો સીઝ કરી દીધો છે અને વનવિભાગને તપાસ સોંપી આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
25 ટન લાકડા ઝડપ્યા ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામ પાસેથી ઉપલેટા મામલતદાર દ્વારા ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામ પાસે આવેલ ભારત પેટ્રોલિયમની બાજુમાંથી ગેરકાયદે લાકડાના વેચાણ કરતા અડ્ડા પર રેડ કરી છે. જેમાં સ્થળ પરથી એક ટ્રક અને 25 ટન લાકડાઓ કબજે કરી સમગ્ર બાબતે ફોરેસ્ટ વિભાગને આ ઝડપાયેલા જથ્થા અને તે અંગેની વધુ કાર્યવાહી કરવા માટેની તપાસ સોંપવામાં આવી છે.
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામ પાસે આવેલા ભારત પેટ્રોલ પંપની બાજુમાં ગેરકાયદેસર રીતે લાકડાનું વેચાણ થતું હોવાનું માલુમ પડ્યું હતું. જેમાં સમગ્ર બાબતે તપાસ કરતા જગ્યા પરથી 25 ટન લાકડાનો જથ્થો અને એક GJ-14-Z-0068 નંબરનો ટ્રક ઝડપાયો છે. ઝડપાયેલા મુદ્દામાલને સીઝ કરી સમગ્ર બાબતે વન વિભાગને આ અંગેની વધુ કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ આપી છે...મહેશ ધનવાણી (મામલતદાર)
વૃક્ષોના નિકંદનનું મોટું નેટવર્ક : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી પાસેથી ઝડપાયેલા આ જથ્થા અંગે હાલ વન વિભાગને તપાસો આપવામાં આવી છે ત્યારે આ પ્રકારના ઉપલેટા વિસ્તારોની અંદર આવા કેટલાય અડ્ડા ચાલે છે જેમના ઉપર વન વિભાગ તરફથી તપાસ અને કારવાહી કરવામાં આવે તો ઘણા વૃક્ષોના નિકંદનનું મોટું નેટવર્ક ઝડપાઈ શકે તેવી પણ શક્યતા છે. આ કાપેલા વૃક્ષોનું અહીંયાથી થતા સપ્લાય અંગેની યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટા નેટવર્કનો પર્દાફાશ થઈ શકે તેવી પણ ચર્ચાઓ આ પંથકની અંદર શરૂ થઈ છે.
- Dang Forest Department : લાકડા કાપવાના આરોપમાં આદિવાસીને કપડાં કાઢીને વન કર્મીએ માર્યો
- વલસાડના જંગલોમાં વન વિભાગનો સપાટો, 2 લાખના લાકડાં કબજે કરતા પુષ્પરાજમાં ફફડાટ
- Kher Timber Smuggling: સેલવાસ ક્રાઇમ બ્રાન્ચે 11 ટન ખેરના લાકડા ભરેલો ટેમ્પો કબ્જે કર્યો