ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News : હાર્ટ એટેકને કારણે ફરીવાર યુવાનનું અકાળે મૃત્યું, રાજકોટમાંથી ચોથો કેસ - Rajkot News

રાજકોટમાં 19 વર્ષના આદર્શ સાવલિયાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. હજુ તો ટીન એજ પણ ન વટાવી હોય એવા યુવાનનું મોત રાજકોટમાં જોવા મળ્યું છે. આ યુવાનને હાર્ટ એટેક પહેલાં શ્વાસની તકલીફ જણાઇ હતી.

Rajkot News : રાજકોટમાં 19 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત, બેત્રણ દિવસથી હતી એક તકલીફ
Rajkot News : રાજકોટમાં 19 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત, બેત્રણ દિવસથી હતી એક તકલીફ

By

Published : Apr 24, 2023, 2:11 PM IST

રાજકોટ: રાજ્યના કોરોના બાદ નાની ઉમરના યુવાઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. એવામાં રાજકોટમાં છેલ્લા એક વર્ષમાં 5થી વધુ યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત થયા છે. જ્યારે રાજકોટમાં સરદારનગર 1માં રહેતા 19 વર્ષીય યુવાનનું પણ હાર્ટ એટેકના કારણે મોત થયું છે. જેને લઇને તેના પરિવારજનોમાં દુઃખની લાગણી પ્રસરી છે. જો કે રાજકોટમાં વધુ એક યુવાનનું નાની ઉમરમાં હાર્ટ એટેકના કારણે મોત થતાં શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે નાની ઉમરમાં હાર્ટ એટેકના કારણે મોત થવાનો વિષય હાલ ગંભીર બન્યો છે.

બાથરૂમમાં અચાનક બેભાન થઈને પડી ગયો : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના સરદાર નગર એકમાં રહેતો 19 વર્ષે આદર્શ સાવલિયા નામના યુવાનને બાથરૂમમાં પડી ગયો હતો. જ્યારે અચાનક બાથરૂમમાંથી પડી જતા તેના પરિવારજનો એ તાત્કાલિક તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે આ યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો Surat News : જીવનનો કોઈ ભરોસો નથી, રાજસ્થાનથી સુરત કાપડ લેવા આવેલા યુવકને ચાલુ બાઇકે આવ્યો હાર્ટ એટેક

શ્વાસની તકલીફ દેખાઇ હતી:આ યુવાનને છેલ્લા બે-ત્રણ દિવસથી શ્વાસ લેવામાં તકલીફ હોવાનું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ આદર્શ દરરોજ જિમમાં પણ જતો હતો. જો કે સવારના સમયે યુવાન બાથરૂમમાં ગયો અને બેભાન પડી ગયો હતો ત્યારબાદ તે મોતને ભેટ્યો હતો. ત્યારે નાની ઉમરમાં યુવાનનું હાર્ટએટેકના કારણે મોત થતા તેના પરિવારજનોમાં પણ દુઃખની લાગણી પ્રસરી જોવા પામી છે.

આ પણ વાંચો Patan News : રાધનપુર સોમનાથ રુટના બસ ડ્રાયવરને ચાલુ બસે હાર્ટ એટેક, પ્રવાસીઓને હેમખેમ રાખી મોતની સોડ તાણી

1 વર્ષમાં 4થી વધુ યુવાનોનાં મોતને ભેટ્યા: રાજકોટમાં યુવાનોમાં હાર્ટ એટેકનું ઊંચુ પ્રમાણ સામે આવી રહ્યું છે. આ અગાઉ પણ રાજકોટમાં રેસ કોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા રમતા બે જેટલા યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત થયા હતા. જ્યારે શહેરની મારવાડી કોલેજમાં એક યુવાનનું વોલીબોલ રમતા રમતા પણ મોત થયું હતું અને આ અગાઉ એક યુવાનનું જીમમાં ગયા બાદ ઘરે પરત આવ્યા પછી હાર્ટ એટેકના કારણે મોત થયું હતું.આમ રાજકોટમાં છેલ્લા એક વર્ષમાં ચારથી વધુ નાની ઉંમરના યુવાનો મોતને હાર્ટ એટેકના કારણે મોતને ભેટ્યા છે. તેને લઈને ચિંતાનો વિષય સામે આવી રહ્યો છે. જ્યારે આ મામલે હાર્ટ સ્પેશિયાલિસ્ટ તબીબ માની રહ્યા છે કે યુવાનોની દૈનિક જીવન પદ્ધતિ બદલાય છે અને વધુ પડતું શ્રમ પોતાના હાર્ટ ઉપર આપવાના કારણે આ પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details