વાહનચાલકોની મુશ્કેલીના દિવસો વધુ લંબાયા રાજકોટ : રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા કેકેવી હોલ નજીક છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી ઓવર બ્રિજ બનાવવાની કામગીરી થઇ રહી છે. એવામાં આ બ્રિજનું અષાઢી બ્રિજના દિવસે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થવાનું હતું. પરંતુ ફરી એક વખત આ બ્રિજને લોકાર્પણ મામલે તારીખ પડી છે. હવે કેકેવી બ્રિજ 15 જુલાઇની આસપાસ ખુલ્લો મુકવામાં આવે તેવી શક્યતાઓ છે.
વાહનચાલકોને મુશ્કેલી : રાજકોટનો કાલાવડ રોડ સૌથી વ્યસ્ત રોડ માનવામાં આવે છે અને અહી દૈનિક 3 લાખથી વધુ વાહનચાલકો પસાર થાય છે. એવામાં આ બ્રિજના કામની ધીમી ગતિના કારણે વિસ્તારવાસીઓ અને વાહનચાલકોની મુશ્કેલીના દિવસો વધુ લંબાયા છે.
અમે છેલ્લા ઘણા સમયથી હાલાકી ભોગવી રહ્યા છીએ. જ્યારે અહીંયા બે બે કલાક સુધી ટ્રાફિક જામ રહે છે અને વાહનો પણ પસાર થઈ શકતા નથી. ત્યારે અહીંયા ટ્રાફિકના કારણે અમારે દરરોજ રૂ. 50 60નું ડીઝલ બળી જાય છે. જે અમારા માટે કમરતોડ બોજ છે. એવામાં અમારી રાજકોટ કોર્પોરેશન અને કે કોન્ટ્રાક્ટ એજન્સીએ આનુ કામ રાખ્યું છે તેને અમારી નમ્ર વિનંતી છે કે અમને આ હાલાકીમાંથી વહેલાસર બહાર કાઢે, અહીંયા બ્રિજનું કામ ચાલુ છે જેના કારણે ટ્રાફિક ખૂબ જ થાય છે. જેના કારણે અમારે બે ત્રણ કલાક મોડું થઈ જાય છે હું રીક્ષા ચલાવું છું. જેના કારણે માટે સમયસર અન્ય પાર્ટીને વસ્તુઓ સપ્લાય નથી કરી શકતો.વિજયભાઈ જોશી ( સ્થાનિક)
બ્રિજનું કામ 15 દિવસમાં પૂરું થશે : આ અંગે રાજકોટ મનપા કમિશનર આનંદ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેરને સરકારી સ્પેશિયલ ગ્રાન્ટ મળી હતી. જેમાં ચાર જેટલા અલગ અલગ બ્રિજ મંજૂર થયા હતા. ત્યારે આ ચારમાંથી ત્રણ બ્રિજને ખુલ્લા મુકવામાં આવ્યા છે. જ્યારે કેકેવી બ્રિજની વાત કરીએ તો કેકેવી બ્રિજની કામગીરી અંદાજિત 95થી 97 ટકા જેટલી પૂર્ણ થઈ ગઈ છે.
બિપરજોય નડ્યું: હાલ બ્રિજમાં છેલ્લા તબક્કાની કામગીરી જેવી કે ડામર વર્ક, ઓવર લોડ ટેસ્ટિંગ અને કલર કરવાની આ કામગીરી શરૂ છે. આ કામ આગામી 15 દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે. જ્યારે બિપરજોય વાવાઝોડાના કારણે આ બ્રિજની કામગીરીમાં 10થી 15 દિવસ મોડું થયું છે. તે કામ હવે આગામી દિવસોમાં પૂર્ણ થઈ જશે.
- Rajkot News : ધોરાજી ઉપલેટાને જોડતો પુલ શરૂ થાય તે પહેલા છ માસમાં ત્રીજી વખત ગાબડાઓથી ભરપૂર
- Rajkot News : મનપાની વધુ એક બેદરકારી, બ્રિજમાં તિરાડો અને ગાબડા પડ્યા છતાં ચાલુ
- Rajkot News : રાજકોટ મનપા અને રેલવે તંત્ર મળીને બનાવશે અન્ડર બ્રિજ, આવો હશે બ્રિજ