રાજકોટ - રાજકોટની સિવિલ હોસ્પિટલ સ્થિત બ્લડ બેન્કમાં આજે મહત્ત્વની સેવાનું લોકાર્પણ થયું હતું. વિસ્તારની સૌથી મોટી હોસ્પિટલ છે ત્યારે તેમાં દર્દીઓના લાભાર્થે ક્રાયોફ્યુજ સેન્ટ્રીફ્યુજ મશીનની સુવિધા શરુ કરવામાં આવી છે. ક્રાયોફ્યુજ સેન્ટ્રીફ્યુજ મશીન સુવિધાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવતા લોહીના રોગના દર્દીઓને રાહત થશે.
ક્રાયોફ્યુજ સેન્ટ્રીફ્યુજ મશીનનો ઉપયોગ : ખાસ કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના દર્દીઓ મોટા પ્રમાણમાં બ્લડ ચડાવવા માટે આવે છે. તેમના માટે આ ક્રાયોફ્યુજ સેન્ટ્રીફ્યુજ મશીન આશીર્વાદરૂપ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે અગાઉ રાજકોટમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકને લોહી ચડાવ્યા બાદ તેઓને રિએક્શન આવવાની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ક્રાયોફ્યુઝ સેન્ટ્રી ફ્યુઝ મશીન મૂકવાના કારણે આ પ્રકારની ઘટનાઓ કાબૂમાં આવે તેવી આશા સેવાઇ રહી છે.
આ પણ વાંચો રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઈ
બ્લડ બેંકમાં મશીન મૂકાયું : રાજકોટ બ્લડ બેંક ખાતે ખાસ જર્મન બનાવટનું અત્યાધુનિક ક્રાયોફ્યુજ સેન્ટ્રીફયુઝ મશીન આજે મૂકવામાં આવ્યું છે. આ ક્રાયોફ્યુજ સેન્ટ્રીફ્યુજ મશીનમાં એક સાથે 16 બોટલ રક્તને અલગ અલગ ત્રણ ઘટકોમાં વિભાજીત કરી શકાય છે. જેને કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ જેવા કે થેલેસેમિયા, હિમોફિલિયા, ડેન્ગ્યુ, ન્યુરો, પ્રસૂતા મહિલાઓ સહિતના દર્દીઓને ખુબ જ મદદરૂપ બનશે.