માત્ર ફોટો સેશન કરવાથી આ નહીં ચાલે રાજકોટ : રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા આજથી સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં રાજ્યના 24 જેટલા તીર્થસ્થાનો પર અલગ અલગ નેતાઓ અને પ્રધાનો દ્વારા સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટના ભૂપેન્દ્ર રોડ ઉપર આવેલા બાલાજી મંદિર ખાતે પણ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે સવારે મુખ્યપ્રધાન મંદિરે આવીને સૌપ્રથમ બાલાજીના દર્શન કર્યા હતા અને ત્યારબાદ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જોકે મુખ્યપ્રધાને બાલાજી મંદિરમાં સફાઇ કરી પણ રાજકોટવાસીઓ કંઇક જુદું કહી રહ્યાં છે.
ફોટો સેશન કર્યે નહીં ચાલે :શહેરીજનો માની રહ્યા છે કે દરરોજ ધાર્મિક સ્થળોએ આવી સફાઈ કરવામાં આવે તો ખરેખર સ્વચ્છતા ત્યાં પ્રભુતાની કહેવત સાચી ઠરે. આ અંગે રાજકોટના સ્થાનિક એવા રાજુ જુંજાએ Etv Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. લોકોએ ખરેખર વડાપ્રધાન મોદીના સ્વચ્છતા અભિયાનમાં વાસ્તવિક સ્થિતિમાં ઉતરવું જોઈએ. જ્યારે માત્ર ફોટો સેશન કરવાથી આ નહીં ચાલે. એવામાં જ્યારે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે નેતાઓ દ્વારા સાફસફાઈ કર્યાના ફોટો સેશન કરવામાં આવે છે. આજે રાજકોટના બાલાજી મંદિર ખાતે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી છે, પરંતુ આ અંગે વિવિધ જાગૃત નાગરિકોએ, નેતાઓએ, સામાજિક સામાજિક સંસ્થાઓએ વાસ્તવિક સ્થિતિમાં સ્વચ્છતા રાખવી જોઈએ. એમાં પણ મંદિરો છે કે ધાર્મિક સ્થળોએ કાયમ સ્વચ્છતા જાળવવી જોઈએ.
આ પણ વાંચો Rajkot News : રાજકોટના બાલાજી મંદિરમાં સીએમ સફાઈ કરશે, કાર્યક્રમ પાછળ છુપાયો છે મહત્ત્વનો હેતુ
સ્વચ્છતા મામલે લોકોએ પણ જાગૃત થવાની જરૂર :જ્યારે રાજુ જુંજાએ વધુમાં જણાવ્યું હતું કે લોકોએ પણ આ સ્વચ્છતા અંગે જાગૃત થવું જોઈએ. માત્ર એક બે વ્યક્તિથી આ શક્ય નથી. પરંતુ જે લોકો ધાર્મિક સ્થળોએ જાય અને ત્યાં પણ પોતે કચરો ન કરવો જોઈએ. જ્યાં ત્યાં થુકવું સહિતની ગંદકી ન કરવી જોઈએ. એવામાં હાલ પણ વિવિધ સ્થળોએ સવારે સફાઈ કામદાર આવે છે અને રોડ રસ્તાઓ સાફ કરી જાય છે. ત્યારબાદ આપણે અહી કચરો કરીએ છીએ. ખરેખરમાં સ્વચ્છતા અભિયાનમાં તમામ લોકોએ પણ જોડાવું જોઈએ. જેના કારણે દેશમાં સ્વચ્છતા જળવાઈ રહે. ઉલ્લેખનીય છે કે આજે ભાજપ દ્વારા રાજ્યના 24 જેટલા ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
તીર્થસ્થળોની સ્વચ્છતાનું અભિયાન : રાજ્યના લોકો સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવા પ્રથમ તબક્કા માટે રાજ્યના 24 જેટલા અલગ અલગ તીર્થ સ્થળોને રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. આ 24 સ્થળોમાં આજે એકસાથે નેતાઓની આગેવાનીમાં મહાસફાઈ અભિયાન યોજાઇ રહ્યું છે. જે સંદર્ભે રાજકોટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં અને બાલાજી મંદિરમાં પ્રતીકાત્મ સફાઇ કરી અભિયાનની શરુઆત કરાવી છે. આગામી દિવસોમાં અહીંયા સાફસફાઈ રહે અને ગંદકી ન થાય તે માટેનું પણ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો Penalty littering in Surat: CCTV નીચે છો તમે, કચરો ફેંકશો તો દંડ, શહેરને નંબર વન બનાવવા પાલીકાએ કમરકસી
કચરા નિકાલ માટે પણ તૈયારી : આ તીર્થસ્થાનોમાંથી કચરો સાફ કરીને માત્ર સફાઈ જ નથી કરવાની, પરંતુ આ તીર્થસ્થાનોમાંથી જે પણ કચરો નીકળવાનો છે તેનો પણ વ્યવસ્થિત નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે તીર્થસ્થાનોમાં સફાઈ અભિયાનનું કારણ જાણવા મળ્યું હતું કે હાલ તીર્થસ્થાનો પર મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે. જેના કારણે તે સ્થાન અથવા તેને આસપાસના ગામડા શેરીઓ ગલીઓમાં કચરો જોવા મળે છે. આ કચરાને સાફ રાખવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ લીધી છે અને તેના અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો છે.