ગુજરાત

gujarat

Rajkot News: 81 વર્ષના રમતવીર દાદા, 60થી વધુ ગોલ્ડ અને 75 સિલ્વર મેડલ

By

Published : May 20, 2023, 8:46 AM IST

Updated : May 20, 2023, 1:19 PM IST

બાળપણથી દરેક વ્યક્તિના દિમાગમાં એક સ્પોર્ટ્સ મેન જીવતો હોય છે. પણ પ્રોફેશનલ બનતા સુધીમાં એનો સૂર્યાસ્ત થઈ જાય છે. પછી ગમતી રમત માત્ર ટીવી પર જોવી ગમે છે. પણ રાજકોટમાં એક દાદા કક્ષાની વ્યક્તિએ સાબિત કર્યું છે કે, ઉંમર સાથે એક સ્પોર્ટ્સમેન સરળતાથી જીવી શકે છે. એ ક્યારેય રમતથી દૂર થઈ ન થઈ શકે. રાજકોટના દાઉદભાઈ ફૂલાણીની સ્પોર્ટ્સ એક્ટિવિટી પર એક નજર.

Rajkot News: 81 વર્ષના રમતવીર દાદા, 60થી વધુ ગોલ્ડ અને 75 સિલ્વર મેડલ
Rajkot News: 81 વર્ષના રમતવીર દાદા, 60થી વધુ ગોલ્ડ અને 75 સિલ્વર મેડલ

Rajkot News: 81 વર્ષના રમતવીર દાદા, 60થી વધુ ગોલ્ડ અને 75 સિલ્વર મેડલ

રાજકોટઃરાજકોટના 81 વર્ષના રમતવીર દાદા આજે પણ અલગ અલગ રમતોની સ્પર્ધામાં ભાગ લે છે. જ્યારે તેઓ સ્પર્ધામાં ભાગ લે છે ત્યારે તેમનું એકમાત્ર લક્ષ્ય હોય છે કે તેમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવું છે. યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ તેઓ ધરાવે છે. માત્ર આઠ વર્ષના હતા ત્યારથી જ તેમને સ્પોર્ટ્સ પ્રત્યે લગાવ લાગ્યો હતો. હાલ 81 વર્ષના થયા છે. છતાં પણ દેશના અલગ અલગ રાજ્યમાં યોજાતી વિવિધ રમતોની સ્પર્ધાઓમાં તે ભાગ લે છે. ગોલ્ડ મેડલ પણ જીતે છે.

સ્પોર્ટ્સ પ્રત્યે પ્રેમઃ આ દાદા એક પણ એવી ગેમ બાકી નહીં હોય જેમાં તેઓએ ભાગ નહીં લીધો હોય અને તેઓ મેડલ જીત્યા ના હોય. આ અંગે રાજકોટના દાઉદભાઈ ફૂલાણી નામના 81 વર્ષના દાદાએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારો જન્મ રાજકોટની રાજકુમાર કોલેજમાં જ થયો છે. હું નાનો હતો ત્યાંથી જ મને ગેમ પ્રત્યે ખૂબ જ લગાવતો અને હું કોઈ દિવસ પૈસા પાછળ દોડ્યો નથી. જ્યારે રમત પ્રત્યે મારો પ્રેમ અનોખો હતો.

મે રાજકોટની રાજકુમાર કોલેજમાં જ એડમિશન લીધું હતું. ત્યારબાદ મારી સ્પોર્ટ્સ પ્રત્યેની જર્ની શરૂ થઈ હતી. રાજકુમાર કોલેજમાં ક્રિકેટની રમતમાં મને સૌથી પહેલો ગોલ્ડ મેડલ મળ્યો હતો. જ્યારે ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપસિંહજી દ્વારા પણ મને ક્રિકેટનું કોચિંગ આપવામાં આવ્યું હતું. હું વિવિધ રમતો પણ રમતો હતો. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં હું અભ્યાસ કરતો હતો. તે દરમિયાન હું સમગ્ર રાજ્યમાં સ્વિમિંગની સ્પર્ધામાં સેકન્ડ આવ્યો હતો એ વખતે માત્ર ગુજરાત યુનિવર્સિટી એક જ હતી. --દાઉદભાઈ ફૂલાણી

રેકોર્ડ બ્રેક કરિયરઃ અત્યાર સુધીના મેડલની વાત કરવામાં આવે તો મારી પાસે અત્યાર સુધી ઘણા બધા મેડલ છે. જે વિશ્વના કોઈ ખેલાડી પાસે હોય તેવું મને લાગતું નથી. જ્યારે અત્યાર સુધી મેં ચાર ઓલ ઇન્ડિયન રેકોર્ડ બ્રેક કર્યા છે. જેમાં 60થી વધુ મારી પાસે ગોલ્ડ મેડલ છે. 75 જેટલા સિલ્વર મેડલ છે અને 80 જેટલા બ્રોન્ઝ મેડલ છે. આ તમામ મેડલો મને અલગ અલગ રમતોમાં મને મળ્યા છે. જ્યારે હું હાલમાં નિવૃતિનું જીવન જીવી રહ્યો છે. મે મારી રમત ગમતો ચાલું રાખી છે. હજુ પણ હું ગવર્મેન્ટ સ્કૂલ તરફથી વિવિધ જગ્યાએ ભાગ લેવા માટે જાઉં છું.

સ્વિમિંગ દરરોજઃરોજ સાંજે સ્વિમિંગ કરવા પણ જાઉં છું. વર્ષ 2023થી શરૂઆતથી અત્યાર સુધીમાં મેં કુલ 15 જેટલા અલગ અલગ ગોલ્ડ મેડલ જીત્યા છે. જેમાં સુરતમાં મે 60 ગોલ્ડ મેડલ જ્યારે નાસિકમાં મેં 6 ગોલ્ડ અને અંબાલામાં બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ હત્યા છે. હું કઈ ગેમને ફેવરિટ કહું, કારણકે ક્રિકેટમાં મને ગોલ્ડ મેડલ મળ્યો છે. જ્યારે હોકીમાં પણ હું ઓલ ઇન્ડિયા સુધી રમેલો છું. હું મોટાભાગની રમતમાં લગભગ ગોલ્ડ મેડલ જીતું છું.

DSP ઓફિસમાં નોકરીઃજ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના થઈ અને તેમાં મે સ્વિમિંગની સ્પર્ધામાં મેં ભાગ લીધો હતો અને હું પ્રથમ આવ્યો હતો. ત્યારબાદ 1962ની અંદર મેં DSP ઓફિસમાં નોકરી શરૂ કરી હતી. જે દરમિયાન હું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી હોકી ટીમમાંથી રમતો હતો. હું 1966થી મે AG ઓફિસમાં સ્પોર્ટ્સ કોટામાં નોકરીએ જોડાયો હતો. ત્યાં મેં વિવિધ રમતો રમવાની શરૂઆત કરી હતી. હોકી, ક્રિકેટ, ફૂટબોલ અને વોલીબોલ એમ કુલ ચાર રમતો પણ રમતો હતો. અત્યાર સુધીનો રેકોર્ડ છે કે કોઈપણ વ્યક્તિ એજી ઓફિસમાંથી આટલા લાંબા સમય સુધી રમત સાથે સંકળાયેલો નથી.

યુવાનોને મેસેજઃહું 60 વર્ષ અગાઉની વાત કરું તો અમારા સમયમાં કોઈ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપતું નહીં, વોલીબોલ અને હોકી રમતા હોઈએ ત્યારે ગ્રાઉન્ડમાં ધૂળની ડમરીઓ ઉડતી હોય છે. આજના આધુનિક યુગમાં બાળકોને પણ જોઈએ એવા અલગ અલગ ટેકનોલોજી વાળા ગ્રાઉન્ડ મળી રહે છે. પરંતુ અત્યારના યુવાનો વ્યસનો તરફ આગળ વધ્યા છે. જેના કારણે તેમના શરીર ખોખલા થઈ ગયા છે. મારે હજુ સુધી કોઈ પણ જાતનું વ્યસન નથી. માત્ર હું ખાવા પીવાની વસ્તુઓમાં ખૂબ જ કાળજી રાખું છું. આજના યુવાનોને હું એક જ મેસેજ આપવા માગું છું કે આજના યુવાનો જે પણ વ્યસન ધરાવે છે તેને તાત્કાલિક છોડી દે. મોબાઇલમાં જે પ્રવૃત્તિઓ હોય તે પ્રવૃત્તિઓને ખૂબ જ ઓછી કરી નાખે.

  1. Rajkot News : રાજકોટ મનપા અને રેલવે તંત્ર મળીને બનાવશે અન્ડર બ્રિજ
  2. Rajkot Overbridge: રાજકોટના રૈયારોડ પરના ઓવરબ્રિજ પર પડી તિરાડો
  3. ગુજરાતની દિકરીનો પેરાલિમ્પિકમાં ડંકો, ભાવિના ટેબલ ટેનિસની સેમિફાઇનલમાં પહોંચી
Last Updated : May 20, 2023, 1:19 PM IST

ABOUT THE AUTHOR

...view details