રાજકોટ મહાનગરપાલિકામાં વધતાં જતા રોગચાળા અંગે સહિતની અનેક ચર્ચા માટે એક બેઠક યોજાઈ હતી. જેમાં વિપક્ષના લોકોને શાસક પક્ષને આડે હાથ લેતાં મામલો ગરમાયો હતો. માહોલને જોતા જનરલ બોર્ડ દ્વારા મીડિયા કર્મીઓને લાઈવ કરવાની મનાઈ કરી હતી.
રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં ડેન્ગ્યુ મામલે હંગામો, શાસક-વિપક્ષની આક્ષેપબાજી - latest news of bjp
રાજકોટઃ વરસાદ પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. રાજકોટમાં પણ બીમારીઓ ઘેરો કરી રહી છે. જેથી આરોગ્યલક્ષી કાર્યો અર્થે મહાનગરપાલિકાના જનરલ બોર્ડે મિટીંગ બોલાવી હતી. જેમાં શાસક પક્ષને ભીડવાના ઈરાદે આવેલાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો.
મનપાની જનરલ બોર્ડમાં ડેન્ગ્યુ મામલે હોબાળો
બંને પક્ષે થતી ઉગ્ર દલીલોના કારણે વાત વધારે બગડી હતી, ત્યારબાદ ભાજપના અગ્રણી નીતિનભાઈએ વચ્ચે આવીને મામલો થાળે પાડ્યો હતો. આ બેઠકમાં વિપક્ષી નેતા વશરામ સાગઠિયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કાનગડ વચ્ચે ડેન્ગ્યુના મામલે તુતુ-મેમે થઈ હતી. જેના કારણે જનરલ બોર્ડને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી, ત્યારબાદ મનપા કરમિશ્નર દ્વારા શહેરમાં રોગચાળો વધુ ન વકરે તે માટેની કામગીરીના વિગતો જાહેર કરી હતી.