ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ મહાનગરપાલિકાએ પ્રિમોન્સૂન કામગીરી માટે બેઠક યોજી - RMC

રાજકોટઃ જિલ્લાની મહાનગરપાલિકાએ ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રિમોન્સૂન કામગીરી માટે બેઠક યોજાઇ હતી. જેમાં પાણીની સમસ્યાથી લઇને કુદરતી આફતોને ધ્યાનમાં રાખીને વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકાએ પ્રિમોન્સૂન કામગીરી માટે બેઠક યોજી

By

Published : May 29, 2019, 3:01 AM IST

આગામી દિવસોમાં આવનાર ચોમાસાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાએ પ્રિમોન્સૂન કામગીરી માટે બેઠક યોજી હતી. સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું છે કે, આ બેઠકમાં ચોમાસા દરમિયાન ઉદ્ભવતી સમસ્યાઓને પહોંચી વળવા માટે વિવિધ ચર્ચાઓ કરાઈ હતી.

રાજકોટ મહાનગરપાલિકાએ પ્રિમોન્સૂન કામગીરી માટે બેઠક યોજી

જે-તે વિભાગને ચોમાસાની ઋતુમાં એલર્ટ રહેવાની તાકીદ કરી હતી. પ્રિમોનસૂન કામગીરીને લગતી સમિતિના ચેરમેનોને સાથે કામગીરી અંગેની સમીક્ષા કરી હતી. ત્યારબાદ ફાયર વિભાગને એલર્ટ રહેવા જણાવ્યું છે. તેમજ તંત્રને ખાડા પૂરવા, ભયગ્રસ્ત મકાનોને દૂર કરવા અને રસ્તાઓના સમારકામ કરવા જણાવાયું હતું.

ABOUT THE AUTHOR

...view details