ગુજરાત

gujarat

ETV Bharat / state

Shree Ram Bridge : રાજકોટના મલ્ટી લેવલ બ્રિજને શ્રી રામ બ્રિજ નામ અપાયું, જનરલ બોર્ડમાં દરખાસ્ત મંજૂર - કોંગ્રેસ કોર્પોરેટર ભાનુબેન સોરાણી

રાજકોટ મહાનગરપાલિકા જનરલ બોર્ડ મળ્યું હતું. બેઠકમાં પ્રશ્નો પૂછવાના મામલે કોંગ્રેસનો વિરોધ દેખાયો હતો. તો બોલાચાલી વચ્ચે નવા બનેલા મલ્ટી લેવલ બ્રિજને શ્રી રામ બ્રિજનું નામકરણ કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.

Shree Ram Bridge : રાજકોટના મલ્ટી લેવલ બ્રિજને શ્રી રામ બ્રિજ નામ અપાયું, જનરલ બોર્ડમાં દરખાસ્ત મંજૂર
Shree Ram Bridge : રાજકોટના મલ્ટી લેવલ બ્રિજને શ્રી રામ બ્રિજ નામ અપાયું, જનરલ બોર્ડમાં દરખાસ્ત મંજૂર

By ETV Bharat Gujarati Team

Published : Jan 19, 2024, 4:47 PM IST

કોંગ્રેસના ભાનુબેનનો હોબાળો

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની આજે જનરલ બોર્ડની બેઠક યોજાઇ હતી. જ્યારે આ જનરલ બોર્ડની બેઠક દરમિયાન શાસક પક્ષના કોર્પોરેટર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો હતો. એવામાં મનપા કમિશનર દ્વારા તેનો જવાબ આપવામાં આવી રહ્યો હતો. આ બધાની વચ્ચે કોંગ્રેસ કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ જનરલ બોર્ડમાંથી વોક આઉટ કર્યું હતું. જ્યારે ભાનુબેન સોરાણીને પ્રશ્ન પૂછવા દેવામાં ન આવતા તેમના દ્વારા વોક આઉટ કરવામાં આવ્યું હોવાનું તેમને જણાવ્યું હતું.

શ્રી રામ બ્રિજનું નામકરણ :જે દરમિયાન ભાજપના કોર્પોરેટરો અને કોંગ્રેસના મહિલા કોર્પોરેટર વચ્ચે શાબ્દિક બોલાચાલી પણ સર્જાઈ હતી. તેમજ છેલ્લે જનરલ બોર્ડમાં પણ જય શ્રીરામના નારા પણ લાગ્યા હતા. આજે મળેલી જનરલ બોર્ડમાં રાજકોટના નવા બનેલા મલ્ટી લેવલ બ્રિજને શ્રી રામ બ્રિજનું નામકરણ કરવાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી.

શા માટે વોક આઉટ કરાયું : સમગ્ર મામલે કોંગ્રેસ કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બે મહિને એકવાર રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આવતું હોય છે. ત્યારે આ જનરલ બોર્ડ મામલે એક અઠવાડિયા પહેલા તમામ કોર્પોરેટરને જાણ કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે જનરલ બોર્ડ મળ્યું મળવાનું છે તેની કોઈપણ પ્રકારની જાણ અમને કરવામાં આવી નહોતી. જ્યારે શાસક પક્ષ દ્વારા જનરલ બોર્ડમાં પૂછવામાં આવનાર પ્રશ્નો જાહેર કર્યા હતાં અને અમને અંધારામાં રાખ્યા હતા.

હાલ શાસક પક્ષની નવી બોડી આવી છે. ત્યારે શાસક પક્ષની અંદર જૂથવાદ હોય જેના કારણે અમને જાણ કરવામાં આવતી નથી. બોર્ડમાં પ્રજાના ઘણા બધા પ્રશ્નો છે પરંતુ આ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવતી નથી. આ સાથે જ જનરલ બોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા એક મહિલા સભ્યોનું અપમાન કર્યું હોવાનું આક્ષેપ પણ ભાનુબેન સોરાણીએ લગાવ્યો હતો...ભાનુબેન સોરાણી (કોંગ્રેસ કોર્પોરેટર )

બહાર જવાનું કોઈ પણ સભ્યો કહી શકે : બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મનપાના અન્ય નિયમ અનુસાર જે સભ્યોને પ્રશ્ન પૂછવાનો વારો હોય છે તે પ્રમાણે જ જનરલ બોર્ડમાં પ્રશ્નોત્તરી થાય છે. જ્યારે દર વખતે કોંગ્રેસ દ્વારા આ પ્રકારના આક્ષેપો કરવામાં આવે છે તે યોગ્ય નથી. તેમજ બોર્ડ દરમિયાન કોંગ્રેસ દ્વારા મીડિયામાં હાઈલાઈટ થવા માટે આ પ્રકારનું વર્તન કરવામાં આવતું હોય છે. જયમીન ઠાકરે વધુમાં જણાવ્યું હતું બોર્ડમાં કોંગ્રેસ મહિલા સભ્ય સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તન થયું નથી. તેમને પણ ચાલુ જનરલ બોર્ડ દરમિયાન વોક અગાઉ કરવું હતું એટલે તેમને બહાર જવા માટે ને કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે જનરલ બોર્ડમાં ભાજપ કોર્પોરેટરો દ્વારા જય શ્રી રામના નારા પણ લાગ્યા હતાં.

  1. Ram Mandir Pran Pratistha : વિરપુર જલારામ મંદિરના સ્વયંસેવકો થયા ધન્ય, રામ ભક્તોની સેવાનો મળ્યો અવસર
  2. Rajkot News: 40 વર્ષ જૂનો સાંઢીયો પુલ ફોરલેન બનશે, અંદાજિત 1 લાખ વાહન ચાલકોને થશે ફાયદો

ABOUT THE AUTHOR

...view details