ગુજરાત

gujarat

ETV Bharat / state

Mineral water: મિનરલ વોટરના નામે મિલાવટ, પ્યુરીફિકેશન પ્લાન્ટ માલિકને 23 લાખનો દંડ - Mineral water

રાજકોટમાં વેચાતા મિનરલ વોટર નમુના ફેલ થતાં(Rajkot Mineral water Sample Fail) બે વેપારીને કુલ રૂપિયા 23 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા ફૂડ વિભાગ દ્વારા મિનરલ વોટર વેંચતા વેપારીઓને ત્યાંથી નમૂના લેવાયા હતા.

Mineral water: મિનરલ વોટરના નામે મિલાવટ, પ્યુરીફિકેશન પ્લાન્ટ માલિકને 23 લાખનો દંડ
Mineral water: મિનરલ વોટરના નામે મિલાવટ, પ્યુરીફિકેશન પ્લાન્ટ માલિકને 23 લાખનો દંડ

By

Published : Jan 27, 2023, 5:01 PM IST

મિનરલ વોટરના નામે મિલાવટ પ્યુરીફિકેશન પ્લાન્ટ માલિકને 23 લાખનો દંડ

રાજકોટઃરાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા થોડા દિવસ અગાઉ શહેરના વિવિધ વિસ્તારમાં મિનરલ વોટર વેંચતા વેપારીઓને ત્યાંથી નમૂના લેવામાં આવ્યા હતા. જે નમૂના તપાસમાં ફેઈલ જાહેર થતા. આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બે અલગ અલગ મિલનર વોટરનું વેચાણ કરતી પેઢીના માલિકોને રૂપિયા 23 લાખનો જંગી દંડ રાજકોટ અધિક કલેક્ટર દ્વારા ફટકારવામાં આવ્યો છે. વેપારીઓને રૂપિયા 23 લાખનો જેટલી મોટી રકમનો દંડ ફટકારવામાં આવતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

કાઉન્ટ વધુ આવ્યો:ફુડ શાખા દ્વારા બીસ્વીન બીવરેજીસ’(મવડી મેઇન રોડ,બ્રીજની બાજુમાં, વૈદવાડી-4, નાગરિક બેંકની સામે, રાજકોટ મુકામેથી 'BISWIN WITH ADDED MINERALS PACKAGED DRINKING WATER (1 LIT PACKED PET BOTTLE)'નો નમુનો રિપોર્ટમાં એરોબીક માઈક્રોબાયલ કાઉન્ટ વધુ આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો. જે અંગેના કેસમાં નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીને તથા ભાગીદારો શૈલેષભાઈ ભૂત તેમજ હસમુખ હીરજી વાછાણીને મળી રૂપિયા 15 લાખનો દંડનો હુકમ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો રાજકોટ મનપાના ડે. કમિશનર ગંદકી કરતા 116 ધંધાર્થીઓને દંડ ફટકાર્યો

આવ્યો દંડ:જ્યારે,મેક્સ બેવરેજીસ’માંથી 'BISTAR PACKAGED DRINKING WATER WITH ADDED MINERALS (500 ML PACKED PET BOTTLE)' નો નમુનો રિપોર્ટમાં યીસ્ટ અને મોલ્ડ કાઉન્ટ વધુ પ્રમાણ મળતા તથા એરોબિક માઈક્રોબાયલ કાઉન્ટ વધુ પ્રમાણમાં મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો. જે અંગેના કેસમાં પેઢીને તથા વેપારી જગતભાઈને માતરિયાને મળી રૂપિયા 8લાખના દંડનો હુકમ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો રાજકોટ: વેસ્ટ કેમિકલને ગટરમાં ઠાલવતી ફેકટરીને ગોંડલ નગરપાલિકાએ દંડ ફટકાર્યો

કોર્ટમાં દાખલ:આ અંગે રાજકોટ કોર્પોરેશન આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે ફૂડ વિભાગ દ્વારા બીસ્વીન બીવરેજીસ અને મેક્સ બેવરેજીસ પેઢીઓના પાણીના નમૂના ઓક્ટોબર મહિનામાં લેવામાં આવ્યા હતા. જેના નમુના આવ્યા બાદ ફૂડ વિભાગ દ્વારા આ અંગેનો કેસ ફૂડ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટ દ્વારા બન્ને પેઢીઓને મળીને રૂ.23 લાખનો દંડ કર્યો છે. જ્યારે પાણીમાં એરોબિક બેક્ટેરિયાનું પ્રમાણ તેની માત્રા કરતા વધુ હોય તો તે પાણી પીવા લાયક નથી અને આ પ્રકારનું પાણી પીવાના કારણે પેટના રોગો થાય છે.

ABOUT THE AUTHOR

...view details