લોકસભા ચૂંટણી જંગના એલાનની સાથે તમામ પક્ષો પોતાનો પુરેપૂરા જોશ સાથે જંગ જિતી લેવાના ઉન્માદ સાથે વિવિધ કાર્યક્રમ અને લોકસંપર્કની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ કાગવડ ખાતે આવેલા ખોડિયાર માતાજીના દર્શન કરવા પહોચ્યાં હતા. તો આ સાથે જ સીદસર ખાતે આવેલા ઉમિયા માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા.
રાજકોટ બેઠકના કોંગી ઉમેદવાર પહોંચ્યા કાગવડના સાનિધ્યમાં - Rajkot
રાજકોટ: રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરા સોમવારની સવારે કાર્યકરો સાથે કાગવડ ખોડલધામ ખાતે ખોડિયાર માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા.
આ સાથે જ લલિતભાઈ કગથરાએ કાગવડ ખોડલધામ ખાતે દર્શન કરીને જણાવ્યું હતું કે, ચૂંટણી આવે ત્યારે રામ મંદિર યાદ આવે તે સિવાય સાડા ચાર વર્ષમાં રામ મંદિર યાદ ન આવે એને રાજકારણ કહેવાય, ખેડૂતોને પાકવીમો મળે નહીં, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે નહીં, જગતનો તાત ભાજપના રાજમાં ચીંથરેહાલ થઈ ગયો છે. તો નાના માણસોને BPLનું કાર્ડ મળતું નથી, સ્કૂલમાં ફી વધારો પ્રાઇવેટ સ્કૂલો દ્વારા ખુલ્લેઆમ લૂંટી ચલાવવામાં આવી રહી છે. તેની સામે લલિત કગથરા બહુ મોટી લડાઈ લડવાનો છે. એકવાર સંસદ સભ્ય બનવા દો, સ્કૂલ વાળા મતના આપે તો કહી નહીં પણએ બધાનો હિસાબ લેવો છે.