રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે 5 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી લોકમેળાનું આયોજન રાજકોટ: આગામી દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર યોજનાર છે. ત્યારે જન્માષ્ટમીના તહેવારને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકો તેની અનોખી ઉજવણી કરતા હોય છે. એવામાં રાજકોટમાં વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના ભાગરૂપે આ વખતે પણ વહીવટી તંત્ર દ્વારા શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 5 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી એટલે કે પાંચ દિવસ સુધી આ લોકમેળો યોજાનાર છે. જ્યારે હાલ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિવિધ પ્રકારના મંડપ સહિતના સ્ટોલ નાખવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ 4 કરોડનો વીમો લેવામાં આવ્યો: રાજકોટના યોજાતા લોકમેળામાં સૌરાષ્ટ્ર ભરમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને આ લોકમેળાની મજા માણતા હોય છે. જ્યારે ગત વર્ષે 10 લાખ કરતાં વધુ લોકોએ આ લોકમેળાની મજા માણી હતી. એવામાં આ વર્ષે 12 લાખ લોકો રાજકોટના લોકમેળાની મુલાકાત લે તેવી પૂરેપૂરી શક્યતા છે. જેના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે લોકમેળાને રસરંગ નામ આપવામાં આવ્યું છે. આ સાથે જ લોકમેળા માટે 4 કરોડનો વીમો પણ લેવામાં આવ્યો છે. લોકમેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. એવામાં આ વખતે લોકમેળામાં અલગ અલગ રાઇડસ પણ જોવા મળશે. જેના માટેની સ્ટોલની ફાળવણી વહીવટી તંત્ર દ્વારા હરાજી મારફતે કરવામાં આવી છે.
ટિકિટના ભાવમાં 10 ટકાનો વધારો ટિકિટના ભાવમાં 10 ટકાનો વધારો: રાજકોટમાં યોજાનાર લોકમેળામાં આ વર્ષે ટિકિટના ભાવમાં 10% નો વધારો જોવા મળશે. એટલે કે મોટી રાઈટ્સના ટિકિટના ભાવ રૂપિયા 40 જોવા મળશે. જ્યારે નાની રાઇટ્સના રૂપિયા 30 અને બાળકો માટેની રાઈટ્સના પણ રૂપિયા 30 ટિકિટ ભાવ વહીવટી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. ટિકિટના ભાવને લઈને રાઇટ્સના સંચાલકો સાથે વિવાદ જોવા મળ્યો હતો. જેને લઈને રાઇડ્સના સંચાલકો અને વહીવટી તંત્રની બેઠક યોજાઇ હતી. ત્યારબાદ સર્વાનું મતે ટિકિટના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વર્ષે પ્લોટ માટેના ભાવમાં 10% નો વધારો થયો હતો. જેને લઈને રાઇટ્સના સંચાલકોએ પણ ટિકિટના ભાવમાં 10%નો વધારો માંગ્યો હતો. જેને વહીવટી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
5 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી લોકમેળાનું આયોજન મુખ્યપ્રધાનને ઉદ્દઘાટન માટે આમંત્રણ: રાજકોટનો લોકમેળો વર્ષોથી યોજાય છે. ત્યારે લોકમેળો આ વર્ષે આગામી 5 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બરના રોજ યોજવાનો છે. ત્યારે આ લોકમેળાના ઉદ્ઘાટન માટે વહીવટી તંત્ર દ્વારા રાજ્યના મુખ્ય પ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે જ આ લોકમેળા મારફતે જે પણ આવક વહીવટી તંત્રને થાય છે તે વહીવટી તંત્ર અલગ અલગ પ્રોજેક્ટ માટે વાપરતી હોય છે. એવામાં આ વર્ષે પણ લોકમેળા થકી વહીવટી તંત્રને કરોડો રૂપિયાની આવક થવાની સંભાવનાઓ માનવામાં આવી રહી છે. જ્યારે લોકમેળામાં કોઈપણ પ્રકારનો ઇચ્છનીય બનાવ ન બને તે માટે 1200 કરતાં વધારે પોલીસકર્મીઓ ખડે પગે રાખવામાં આવશે.
- Lok Medo 2023: સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા માટે તંત્રની તૈયારીઓ શરૂ, જિલ્લા ક્લેક્ટરે સમજાવ્યો પ્લાન
- Rajkot Lok Mela: 'રસરંગ લોકમેળા-2023'ને લઈ તડામાર તૈયારી, સૌરાષ્ટ્રવાસીઓ ફરી હિલોળે ચડશે