રાજકોટઃ જેતપુર ઈંગ્લીશ દારૂ તેમજ દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ રૂરલ LCBએ રેડ કરતા 48, 530ના મુદ્દામાલ સાથે 1 ની ધરપકડ કરી હતી.
જેતપુરમાં રાજકોટ LCBની રેડ, 48, 530ના મુદ્દામાલ સાથે 1ની ધરપકડ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જિલ્લામાં પ્રોહિબીશીન જુગાર જેવી બદીઓને નાબુદ કરવા સુચના તથા LCB પોલીસ ઈન્સપેક્ટર એમ.એન. રાણાના માર્ગદર્શન મુજબ LCB સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ પરમાર, શક્તિસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ નારણભાઇ પંપાણીયા, દિવ્યેશભાઇ સુવા, નિલેશભાઇ ડાંગર, કૌશીકભાઇ જોષી તથા SOG R. R. ના SOI વિજયભાઈ ચાવડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ નીરંજની પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ પંપાણીયાને મળેલી હકિકત આધારે જેતપુર બોખલા દરવાજામાં રહેતો શહેજાદ રફીકભાઈને વિદેશી દારૂ તેમજ દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી કુલ મુદ્દામાલ કિમત રૂપિયા 48,530 /- અરમાનભાઈ આસીફભાઈ અંસારીને જેતપુર ભોજાધાર લક્ષ્મી સીંગદાણા કારખાના પાસે પકડી પાડવામા આવ્યા હતો.