રાજકોટ: LCBએ જેતપુરમાં 90 લિટરનો દેશી દારૂ ઝડપી પાડ્યો - gujaratpolice
રાજકોટ: જેતપુર સરદાર ચોક પાસેથી દેશી દારૂ 90 લિટર સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અઘિક્ષક બઅલરામ મીણાની સૂચનાથી પો.ઈન્સ. એમ.એન.રાણા, મહિપાલસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, કૌશિકભાઈ જોષી, નારણભાઈ પંપાણીયાને હકિકત મળેલ કે, જેતપુર સરદાર ચોક પાસે હીરો ડેસ્ટીની મો.સા પર પ્રોહી બુટલેગર જીતેન્દ્ર જીતુ હીરાભાઈ બગડા તથા દીપક પિન્ટુ મેરામભાઈ બગડાના (રહેવાસી). બંને જેતપુર ગોડલ દરવાજા વાળા ઓને મો.સા પર દેશી દારૂ લિટર 90 કિંમત 1800 સહિત કુલ મુદામાલ 51,800 સાથે પકડી પાડ્યો છે. જેતપુર સીટી પોલિસ સ્ટેશન સોપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.