રાજકોટની લાલપરી નદીના કાંઠેથી એક મહિલાનો ટુકડા કરાયેલો મૃતદેહ મળ્યો રાજકોટ :રાજકોટના મોરબી રોડ પર આવેલા લાલપરી નદીના કાંઠેથી એક મહિલા હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અહીંયા વિસ્તારના બાળકો નદીમાં ન્હાવા માટે ગયા હતા. જે દરમિયાન તેમને ધ્યાને નદીમાં નાખવામાં આવેલા થેલા આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિકોએ પોલીસને આ અંગેની જાણ કરી હતી. જ્યારે પોલીસે ઘટના સ્થળે આવીને આ બેગ ખોલી તો તેમાંથી મહિલાની હત્યા કરાયેલી મૃતદેહના અલગ અલગ ટુકડા મળી આવ્યા હતા. પોલીસે હાલ આ મૃતક મહિલા કોણ છે તેને ઓળખવાની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે રાજકોટમાંથી મહિલાની હત્યા બાદ ટુકડા કરાયેલી મૃતદેહ મળી આવતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો :Ahmedabad Crime : પૂર્વ પ્રેમીએ કરી હતી મહિલાની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે આ રીતે ઉકેલ્યો ગુનાનો ભેદ
બે અલગ અલગ થેલામાંથી મળી મૃતદેહ :આ ઘટના અંગે રાજકોટના ACP મનોજ શર્માએ જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસને સાંજના 5:00 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે, શહેરના લાલપરી નદીમાં એક કોથળામાં માથું જોવા મળ્યું છે. આ પ્રકારની માહિતી મળતા તાત્કાલિક રાજકોટની બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે પોલીસે ઘટના સ્થળે આવીને વધુ શોધખોળ હાથ ધરી હતી. ત્યારે બે થેલા મળી આવ્યા હતા. જેમાંથી એક થેલામાં માથું અને હાથ પગ મળી આવ્યા હતા અને બીજા થેલામાંથી ધડ મળી આવ્યું હતું. આ સાથે જ આ મૃતદેહ પાસેથી તાવીજના ટુકડા પણ મળી આવ્યા છે. જેની પરથી પોલીસની શંકા છે કે આ પ્રકારની ઘટનામાં કોઈ તાંત્રિક વિધિ હોય શકે છે.
આ પણ વાંચો :Surat Crime : જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા ગયેલી યુવતીનો મૃતદેહ મળ્યો, આત્મહત્યા વિશે શંકા
મૃતક મહિલા કોણ :એસીપી મનોજ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ અમે આ મૃતક કોણ છે તેની હાલ તપાસ કરી રહ્યા છીએ. જેને લઈને રાજકોટ શહેરમાં તેમજ નજીકના જિલ્લાઓમાં છેલ્લા 15 દિવસમાં કોઈ મહિલા ગુમ થઈ હોય તે અંગેની તપાસ કરવામાં આવશે. તેમજ આ મૃતક મહિલા કોણ છે. તેની તપાસ બાદ જ આખો મામલો સામે આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટના લાલ પરી નદીમાં મહિલાના હાથ પગ અને ધડ તેમજ માથું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા બાદ શહેરની પોલીસ આ મૃતક મહિલા કોણ છે તેની તપાસમાં લાગી છે. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કે આ મૃતદેહની આસપાસમાંથી તાવીજ મળ્યા છે એટલે કે કોઈ તાંત્રિક વિધિ કરવામાં આવી છે તે દિશામાં પણ આગામી દિવસોમાં પોલીસ તપાસ કરશે.