રાજકોટઃ વર્ષ 2020-21ના કુલ રૂ.24.47 કરોડના બજેટને મંજૂરીની મ્હોર મારવામાં આવી હતી. જો કે આ વર્ષે જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની હોવાથી પંચાયત સદસ્યો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી પાસે ગ્રાન્ટ વધુ ફાળવવાની માગ કરી હતી. જેને લઈને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બેઠક દીઠ રૂ 25 લાખ વધુની ગ્રાન્ટ ફળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લા પંચાયતનું વર્ષ 2020-21નું 24.47 કરોડનું બજેટ મંજૂર - રાજકોટ જિલ્લા પંચાયત
રાજકોટ જિલ્લા પંચાયતની શુક્રવારના રોજ સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભા શરૂ કરતાં પહેલાં અગાઉ સિંચાઇ સમિતીના અધ્યક્ષ નાનજીભાઈ ડોડીયાના અવસાનને લઈને સભામાં બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા પંચાયતના બજેટને મંજૂરી અપાઈ છે.
રાજકોટ જિલ્લા પંચાયતનું વર્ષ 2020-21નું 24.47 કરોડનું બજેટ મંજૂર
બીજી તરફ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરીને સદસ્ય હેતલબેન ગોહિલ દ્વારા સરકારમાં પરત મોકલવાનો પ્રસ્તાવ પણ સભામાં મૂકવામાં આવ્યો હતો.