ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં વડાપ્રધાન આવાસ યોજનાના ફોર્મનું વિતરણ, પ્રથમ દિવસે જ લાગી લાંબી કતાર

રાજકોટઃ રાજકોટમાં મહાનગપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1 BHKના કુલ 2176 આવાસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેને પગલે શહેરની ICICI બેંક ખાતે આવાસ યોજનાના ફોર્મનું વિતરણ શરૂ કરાયું છે. પ્રથમ દિવસે જ બેંક બહાર ફોર્મ લેવા માટે લોકોની લાંબી કતારો લાગી હતી. કેટલીક બ્રાન્ચ બહાર ફોર્મ કેવા માટે લોકો ઝપાઝપી કરતા પણ જોવા મળ્યા હતા.

By

Published : Jul 2, 2019, 9:52 AM IST

rajkot

રાજકોટમાં મહાનગપાલિકા દ્વારા આગામી દિવસોમાં વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત મધ્યમ અને પછાતવર્ગના લોકોને પોષાય તેવી કિંમતના કુલ 2176 જેટલા આવસનું અલગ અલગ જગ્યાએ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને ICICI બેંક અને મનપાના 6 જેટલા સિવિક સેન્ટર ખાતેથી આ આવાસ યોજના માટેના ફોર્મનું વિતરણ શરૂ કરાયું છે.

રાજકોટમાં વડાપ્રધાન આવાસ યોજના ફોર્મ વિતરણ શરૂ, પ્રથમ દિવસે જ લાગી લાંબી કતાર

જે આગામી એક માસ સુધી ચાલનાર છે. પરંતુ આવાસ યોજનાના ફોર્મનું વિતરણ શરૂ થયાની વાત વાયુ વેગે ફેલાતા અલગ અલગ વિસ્તારમાં આવેલ ICICI બેંક બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. વહેલી સવારથી જ લોકો પોતાનો કામ ધંધો પડતો મૂકીને આવાસ યોજના માટેની ફોર્મની લાઈનમાં ઉભા રહી ગયા છે.

ABOUT THE AUTHOR

...view details