ગુજરાત

gujarat

ETV Bharat / state

Cases of chikungunya and dengue : રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસમાં ઉછાળો

ચોમાસામાં વરસાદ બાદ રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાના કેસમાં જબરો ઉછાળો જોવા મળી રહ્યો છે. એવામાં હજુ પણ આગામી દિવસોમાં મચ્છરજન્ય રોગચાળો વધે તેવી શક્યતાઓ કોર્પોરેશન તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Rajkot Health : રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસમાં ઉછાળો
Rajkot Health : રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસમાં ઉછાળો

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2023, 9:29 PM IST

રાજકોટ : રાજકોટમાં ગયા અઠવાડિયે શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે વરસાદ આવવાના કારણે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો હોય તેવું સામે આવ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં ચિકનગુનિયાના 6 કેસ, જ્યારે ડેન્ગ્યુના 11 કેસ અને મેલેરિયાનો 1 કેસ જોવા મળ્યો છે. આ આંકડા રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં નોંધાયા છે. એવામાં હજુ પણ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.

3000 કરતા વધુ ઘરોમાં ફોગિંગની કામગીરી

ડેન્ગ્યુના 11 કેસ નોંધાયા : રાજકોટમાં રોગચાળાની વાત કરવામાં આવે તો ગત તારીખ 25/9 થી 1 /10 સુધીમાં કોર્પોરેશનના તંત્રે મેલેરિયાનો 1 કેસ, જ્યારે ડેન્ગ્યુના 11 કેસ અને ચિકનગુનિયાના 6 જેટલા કેસ નોંધાયા છે. એવામાં વર્ષ દરમિયાન એટલે કે 1 જાન્યુઆરી 2023થી અત્યાર સુધીમાં મેલેરિયાના કુલ 25, જ્યારે ડેન્ગ્યુના 96 અને ચિકનગુનિયાના 42 જેટલા કેસ નોંધાયા છે જે ગયા વર્ષની સરખામણીમાં અત્યાર સુધીમાં સૌથી વધુ છે.

શરદી ઉધરસના 479 કેસ જોવા મળ્યા : જ્યારે શરદી ઉધરસના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા એક અઠવાડિયામાં શરદી ઉધરસના 479 કેસ રાજકોટમાં નોંધાયા છે. સામાન્ય તાવના 42 કેસ અને ઝાડા ઉલટીના 164 કેસ નોંધાયા છે. જ્યારે ટાઈફોડનો પણ એક 1 કેસ સામે આવ્યો છે. રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો ઘટે તે માટે કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સક્રિય જોવા મળી રહ્યું છે.

ફોગિંગની કામગીરી : રાજકોટ મનપા દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં 3000 કરતા વધુ ઘરોમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી છે. જ્યારે 72 હજાર કરતાં વધુ ઘરોમાં મચ્છરજન્ય પોરાનાશકની કામગીરી કરાઈ છે. આરોગ્ય વિભાગનો કુલ 500 કરતાં વધુનો સ્ટાફ ફિલ્ડમાં અલગ અલગ કામગીરી કરી રહ્યો છે અને સઘન ચેકીંગ અને તપાસ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં વરસાદ પડવાના કારણે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યા હોય તે પ્રકારના કેસના કેસ મનપા ચોપડે નોંધાયા છે.

  1. Gandhinagar News : મચ્છરના ઉપદ્રવને અટકાવવા ડ્રોનથી ફોગિંગ શરૂ કરાયું, 7 કોર્પોરેશન વિસ્તાર હજુ મશીનથી ફોગિંગ કરે છે
  2. Surat News : સુરતમાં રોગચાળો વકર્યો, હોસ્પિટલો તાવ અને ઝાડા ઉલટીના દર્દીઓથી ઉભરાઈ
  3. Rajkot News: રાજકોટ ખાનગી હોસ્પિટલની મનમાની, આયુષ્યમાન કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી પડાવ્યા પૈસા

ABOUT THE AUTHOR

...view details