રાજકોટમાં એક સમયે 150 જેટલા પારસી પરિવારો હતા તેમાંથી આજે માત્ર 35 પરિવાર જ છે. તેમાં પણ મૂળ રાજકોટમાં જન્મેલા પારસી પરિવાર માત્ર 7 જ છે. રાજકોટના સદરબજાર નજીકનો વિસ્તાર પારસીવાળા તરીકે ઓળખાય છે. જ્યાં હવે માત્ર ગણતરીના જ પારસી સમાજના લોકો રહે છે.
રાજકોટમાં પારસી સમાજના 150માંથી માત્ર 35 પરીવાર વધ્યા - Gujarati new
રાજકોટઃ આજે પારસીઓનું નૂતન વર્ષ એટલે કે, પતેતી છે. ત્યારે રાજકોટમાં એક સમયે 150 જેટલા પારસી પરિવારો રહેતા હતા જેમાંથી આજે માત્ર 35 પરિવારો જ વસવાટ કરે છે. દેશમાં હાલ પારસી સમાજના લોકોની વસ્તી ધીમે-ધીમે ઘટી રહી છે તે એક ચિંતાનો વિષય બન્યો છે.
ફૂલછાબ ચોક નજીક પારસી અગિયારી જ્યોત રાખવામાં આવી છે જે 183 વર્ષોથી અખંડ છે. આ જ્યોતની સ્થાપના અંદાજીત વર્ષ 1835માં કરવામાં આવી હતી. હાલ આ પારસી અગિયારીની પૂજા કેરસી એચરશાહ ઉર્ફ ખાનસાહેબ કરી રહ્યા છે. આ પારસી અગિયારી મંદિરમાં પારસી લોકો સિવાય અન્ય કોઈને જવા દેવામાં આવતા નથી. માત્ર જે પારસી સમાજના લોકો જ આ મંદિરમાં પ્રવેશ કરી શકે છે.
મૂળ રાજકોટમાં જન્મેલા 7 પારસી પરિવાર સિવાય અન્ય પારસી પરિવાર ધંધા રોજગારી માટે રાજકોટમાં વસ્યા છે. જ્યારે રાજકોટમાં કોઈ પારસી સમાજના સભ્યનું મોત થાય તો તેમની અંતિમવિધિ કરવા માટે સુરત અથવા મુંબઈ જવું પડે છે. રાજકોટમાં પારસી સમાજના કોઈ ધર્મગુરુ ન હોવાથી તેમની અંતિમવિધિ થઈ શકતી નથી. પારસી સમાજની ઘટી રહેલ વસ્તી અંગે ખાનસાહેબે જણાવ્યું હતું કે, પારસી સમાજના યુવાનો હાલ લગ્ન કરતા નથી જેને કારણે સમાજની વસ્તીમાં ઘટાડો થઈ રહ્યો છે