રાજકોટના પોશ ગણાતો વિસ્તાર રામકૃષ્ણ નગરમાં સ્ટેટ વિજિલન્સ શાખાએ એક રહેણાંક મકાનમાં દરોડો પાડી ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. આ કામગીરી છેલ્લા 15 કલાકથી કરવામાં આવી રહી છે. વિજિલન્સ દ્વારા કામગીરી દરમિયાન 4 ઇસમોને પણ ઝડપી પાડ્યા છે. આ આરોપીના ઘરમાંથી લેપટોપ, ટીવી અને મોબાઈલ સહિતનો મુદામાલ પણ કબ્જે કર્યો છે.
રાજકોટમાં IPL પર સટ્ટો રમતા 4 સટ્ટોડીયા ઝડપાયા - Crime news
રાજકોટઃ દેશભરમાં ચાલી રહેલી IPL ક્રિકેટ મેચને લઈ કરોડો રુપીયાનો સટ્ટો રમાઈ રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરના પોશ વિસ્તાર ગણાતા તેવા રામકૃષ્ણ નગરમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા ક્રિકેટ સટ્ટાને લઈ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વિજિલન્સે 4 ઈસમોને સટ્ટો રમતાં ઝડપ્યા હતા અને સાથે તેમના ઘરમાંથી ટીવી, લેપટોપ સહિતનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. આ દરોડાની કાર્યવાહી છેલ્લા 15 કલાકથી કરવામાં આવી રહી હોવાનું પણ સામે આવ્યું છે.
4 ઈસમની ધરપકડ
હાલ વિજિલન્સની ટીમ આ ઇસમોની વધુ પૂછપરછ શરૂ કરી વધારે નેટવર્કને ઝડપવાના ચક્ર ગતિમાન કર્યા છે. જો સમગ્ર મામલે યોગ્ય તપાસ થશે તો, રાજકોટના મોટા બુકીઓના પણ નામ ખુલવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.