ગુજરાત

gujarat

By

Published : Feb 14, 2023, 4:28 PM IST

ETV Bharat / state

Rajkot Crime : રાજકોટમાં જમીન પર દબાણ મામલે સરકારી વકીલ પર હુમલો

રાજકોટમાં જમીન દબાણ બાબતે સરકારી વકીલ પર હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. સરકારી જમીન પર દબાણ કરી વકિલના ઘરની આસપાસ જુણેજા નામના શખ્સે ઈંડાની લારી શરૂ કરી હતી. વકિલે કાયદેસર કાર્યવાહી તરફ આગળ વધતા આ શખ્સે વકીલ પર હુમલો કર્યો છે.

Rajkot Crime : રાજકોટમાં જમીન પર દબાણ મામલે સરકારી વકીલ પર હુમલો
Rajkot Crime : રાજકોટમાં જમીન પર દબાણ મામલે સરકારી વકીલ પર હુમલો

સરકારી વકીલ પર હુમલો

રાજકોટ : શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. તેમજ અસામાજિક તત્વોનો આતંક પણ દિવસને દિવસે વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં હવે સરકારી વકીલ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. જેમાં ન્યુ કોલેજવાળી વિસ્તારમાં સરકારી જમીન પર દબાણ મામલે અનિષ જુણેજા નામના શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. હાલ વકીલને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રાજકોટમાં જમીન પર દબાણ મામલે સરકારી વકીલ પર હુમલો

વિસ્તારમાં ગેરકાયદેસર કર્યું દબાણ :રાજકોટના ન્યુ કોલેજવાડીમાં સરકારી જમીન પર દબાણ કરી અનિશ જુણેજા નામના શખ્સે ઈંડાની લારી શરૂ કરી હતી. જેને લઈને સરકારી વકીલ મહેશ જોશીએ અસરકારક કાર્યવાહી કરવા અગાઉ પોલીસ કમિશનર તેમજ મનપા તંત્રને રજૂઆત કરી હતી. જેને લઈને અનિશ દ્વારા અગાઉ પણ વકીલને ધમકીઓ આપવામાં આવી હતી. એવામાં આજે અનિશ જુણેજા નામના શખ્સે સરકારી વકીલ મહેશ જોશી પર હુમલો કરતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે તેઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા વકીલોના ટોળા એકઠા થયા હતા.

આ પણ વાંચો :Chhattisgarh Crime News : પિતાએ પરિવાર પર કર્યો હુમલો, 18 વર્ષની દીકરીનું મૃત્યુ

હુમલો કરવા પાછળનું કારણ : સમગ્ર ઘટના અંગે સરકારી વકીલ મહેશ જોશીએ જણાવ્યું હતું કે, મારા ઘરની પાછળની બાજુએ જે ગલી આવેલી છે. જે કોર્પોરેશન હસ્તક છે. જે હલણનો રસ્તો છે. જેને અમે ખુલ્લો કરવા માટે કોશિશ કરી રહ્યા છીએ. જ્યારે આ શખ્સે જમીન પર ગેરકાયદેસર દબાણ કરતો હતો. હાલમાં જ અનિષ જુણેજા નામના શખ્સ દ્વારા વિસ્તારમાં પ્રોપર્ટી લેવામાં આવી છે. આ મામલે અગાઉ પણ આ શખ્સ સાથે બોલાચાલી થઈ હતી. આ મામલે મેં કોર્પોરેશનમાં રજુઆત કરી છે. જેનો ખાર રાખી આ માણસે મારી પર હુમલો કર્યો છે.

આ પણ વાંચો :Junagadh Crime : નાગા સાધુ શિવગીરીબાપુને જેલહવાલે કરાયા, સાધ્વી જયશ્રીકાનંદ પર હુમલાનો કેસ

વકીલો સિવિલ હોસ્પિટલમાં એકઠા થયા :રાજકોટમાં સરકારી વકીલ પર હુમલો થવાની ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલે વકીલોના ટોળેટોળા એકઠા થયા હતા. તેમજ વકીલ પર હુમલો કરનાર વિરુદ્ધ આખરી કાર્યવાહીની માગણી વકીલો દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સરકારી વકીલ પર હુમલો થવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે.

ABOUT THE AUTHOR

...view details