ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારતમાં ફરી રાજકોટનો ડંકો, ગાર્બેજ ફ્રી શહેરમાં મળ્યા ફાઈવ સ્ટાર - Garbage Free City Star Rating Ministry of Housing and Urban Affairs

કેન્દ્ર સરકાર દ્વારા ગાર્બેજ ફ્રી શહેરોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાંથી કુલ 6 શહેરોને ફાઈવ સ્ટાર મળ્યા છે. જેમાં રંગીલા રાજકોટનો સમાવેશ થાય છે.

રાજકોટ
રાજકોટ

By

Published : May 20, 2020, 9:31 AM IST

રાજકોટઃ ગાર્બેજ ફ્રી સિટીનું સ્ટાર રેટિંગ મનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેયર્સ દ્વારા શરૂ કરાયેલી એક પહેલ અને શહેરોમાં એકંદરે સ્વચ્છતામાં ક્રમશ સુધારણા સાથે શહેરને ધીમેધીમે એક મોડેલ શહેરમાં વિકસિત બનાવવાની કલ્પના કરી છે. સ્ટાર રેટીંગની પરિસ્થિતિઓ ગહન કચરા વ્યવસ્થાપન સ્પેક્ટ્રમના 25 કી પેરામીટર આધારિત છે અને શહેરોને તેમની પ્રગતિનું મૂલ્યાંકન કરવાં માટે બનાવવામાં આવી છે.

જ્યારે તેમના શહેરોની સ્વચ્છતા અને સૌંદર્યમાં સુધારો કરીને વધુ સારી રેટિંગ તરફ જવા માટે પ્રોત્સાહિત કરે છે. દેશના વિવિધ શહેરોને ગાર્બેજ ફ્રી સીટીનો દરજ્જો પ્રાપ્ત કરવા અને સ્વચ્છતા રેન્કિંગમાં આવવા માટે સ્ટાર રેન્કિંગ પ્રોટોકોલ ગાર્બેજ ફ્રી સિટીની વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જે શહેરોની ઉચ્ચતમ ધોરણો તરફ આગળ વધવાની આકાંક્ષાઓ પર નિર્ભર કરે છે.

આમ, હાલ સ્વચ્છતા સર્વેક્ષણ દરમિયાન ચાર પ્રકારના સ્ટાર રેન્કિંગ આપવામાં આવે છે. જેમાં 1 , 3 , 5 અને 7 સ્ટાર એમ કેટેગરી પ્રમાણે આપવામાં આવે છે. જે મુજબ 7 સ્ટાર દેશના કોઈ પણ શહેરને આપવામાં આવ્યા નથી. જ્યારે દેશમાં કુલ 6 શહેરોને જ 5 સ્ટાર મળ્યા છે.

ગુજરાતના બે શહેર રાજકોટ અને સુરતનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, આ સર્વે ઓક્ટોબર 2019 અને જાન્યુઆરી 2020માં રાજકોટના તમામ વોર્ડમાં કરવામાં આવી હતી. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે રાજકોટનો ગાર્બેજ ફ્રી શહેરમાં સમાવેશ થતાં મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

ABOUT THE AUTHOR

...view details