રાજકોટ: આ વર્ષે ચોમાસા દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. એવામાં સૌરાષ્ટ્રમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજકોટ સહિતના આસપાસના પણ ભારે વરસાદ જોવા મળ્યો છે. જેને લઇને રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોમાં નવા નિર્માણની આવક થાય છે. જેમાં આજીડેમ અને ન્યારી ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. જ્યારે ભાદર ડેમ પણ ઓવરફ્લો થયો છે. જેના કારણે આગામી આખું વર્ષ રાજકોટ વાસીઓને પાણીની ચિંતા રહેશે નહીં તેમજ ઉનાળા દરમિયાન પીવાની પાણીની સમસ્યા પણ સર્જાશે નહીં.
Rajkot Dem: રાજકોટમાં આખું વર્ષ પાણી ચાલે તેટલું પાણી ડેમોમાં આવ્યું - Rajkot water Dem
રાજકોટમાં આખું વર્ષ પાણી ચાલે તેટલું પાણી ડેમોમાં આવ્યું છે. જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. રાજકોટના લોકો માટે પણ ખુશીના સમાચાર કહી શકાય કારણે જો નદીના સ્તરની માત્રા વધશે તો જ પાણીની સમસ્યા નહીં રહે. હાલ જે માહિતી મળી રહી છે તે અનુસાર આજીડેમ, ન્યારી અને ભાદર ડેમમાં સંપૂર્ણ ભરાઈ ગયા છે. જેને લઈને આગામી એક વર્ષ સુધી આ પાણી ચાલે તેવી શક્યતાઓ છે.
"આજીડેમ સંપૂર્ણ ઓવરફ્લો થયો છે. ત્યારે આજીડેમનું હાલ જે પાણી આવ્યું છે તે આગામી 31 ડીસેમ્બર 2023 સુધી ચાલે એટલું છે. જ્યારે ન્યારી ડેમનું પાણી આગામી ફેબ્રુઆરી 2024 સુધી ચાલે તેટલું છે. તેમજ ભાદર ડેમનું પાણી આગામી ઓગસ્ટ 2024 સુધી એટલે કે આખું વર્ષ ભાદર ડેમનું પાણી ચાલે તેવી સ્થિતિ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં ખૂબ જ સારો વરસાદ થયો છે. જેના કારણે રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોમાં આ નવા નિર આવક નોંધાઇ છે"--કેપી દેથરીયા (ર્પોરેશનના વોટર વર્કસ )
જળાશયો ઓવર ફ્લો: રાજકોટ શહેરના વિકાસની સાથે સાથે તેનો વિસ્તાર પણ વધી રહ્યો છે. એવામાં રાજકોટ શહેરમાં દર વર્ષે ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા સામે આવતી હોય છે. જેને લઇને સ્થાનિકો દર વર્ષે પૈસા આપીને ટેન્કરો મંગાવતા હોય છે. એવામાં આ વખતે ચોમાસાની શરૂઆતમાં જ રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતાં આજીડેમ, ન્યારી અને ભાદર ડેમમાં સંપૂર્ણ ભરાઈ ગયા છે. જેને લઈને આગામી એક વર્ષ સુધી આ પાણી ચાલે તેવી શક્યતાઓ છે. હાલ રાજકોટમાં દૈનિક 385 એમએલડી પાણીની જરૂરિયાત રહે છે. ત્યારે રાજકોટના મુખ્ય જળાશયો ઓવર ફ્લો થતાં રાજકોટ વાસીઓને પણ આગામી એક વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યા માંથી મુક્તિ મળશે.