ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime News : ઘરેલુ હિંસાના કેસ મામલે રાજકોટ કોર્ટમાં વકીલ ઉપર કરાયો હુમલો - રાજકોટમાં વકીલ પર હુમલો

રાજકોટમાં વકીલ પર હુમલો થવાનો વધુ એક બનાવ બન્યો હતો. રાજકોટ કોર્ટમાં ઘરેલુ હિંસાનો કેસ લડી કહેલા વકીલ પર સામા પક્ષના ફરિયાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ બાબતે રાજકોટ એ ડિવિઝનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

Rajkot Crime News : ઘરેલુ હિંસાના કેસ મામલે રાજકોટ કોર્ટમાં વકીલ ઉપર કરાયો હુમલો
Rajkot Crime News : ઘરેલુ હિંસાના કેસ મામલે રાજકોટ કોર્ટમાં વકીલ ઉપર કરાયો હુમલો

By

Published : Mar 1, 2023, 7:46 PM IST

ઘરેલુ હિંસાનો કેસ લડી કહેલા વકીલ પર સામા પક્ષના ફરિયાદી દ્વારા હુમલો

રાજકોટઃ રાજકોટમાં વકીલ ઉપર હુમલો કરવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવી રહી છે. ત્યારે ફરી એકવાર કોર્ટ પરિસરમાં એક વકીલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે આ મામલે રાજકોટના વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘરેલુ હિંસાના કેસ લડતા વકીલ ઉપર સામા પક્ષના ફરિયાદી દ્વારા હુમલો કરાયો હોવાનું હાલ પ્રાથમિક વિગતમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ એડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

શૌચાલયમાં વકીલ પર કરાયો હુમલો : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આજે સવારના 12:00 વાગ્યાની આસપાસ રાજકોટ કોર્ટ પરિષદમાં વકીલ હર્ષ ભીમાણી ઉપર અશોક લક્ષ્મણભાઈ કેવડીયા નામના આરોપી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટમાં ચકચાર મચી જવા પામી હતી અને વકીલ ઉપર હુમલો થવાની ઘટનાને પગલે રાજકોટના વકીલો એકઠા થયા હતા અને એ ડિવિઝન પોલીસ મથકે દોડી ગયા હતા. તેમજ આ મામલે તાત્કાલિક એ ડિવિઝન પોલીસને આરોપીની ધરપકડ કરવાની અને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

આ પણ વાંચો Rajkot Crime : રાજકોટમાં જમીન પર દબાણ મામલે સરકારી વકીલ પર હુમલો

ફરિયાદીના સામા પક્ષના લોકોએ કર્યો હુમલો : આ મામલે જે વકીલ ઉપર હુમલો થયો છે તે હર્ષ ભીમાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાંચમા માળે કોર્ટમાં મારો ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ હતો. જ્યારે આ કેસના સામા પક્ષના લોકોએ હું જેવો જ કોર્ટની બહાર તારીખ લઈને નીકળ્યો ત્યારથી મારી સામે આવીને મને મન ફાવે તેવી ગાળો આપી હતી અને મને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ત્યારબાદ હું શૌચાલયમાં હતો ત્યારે મારી પાછળ આવીને આ ઈસમ દ્વારા મારું ગળું દબાવવામાં આવ્યું હતું અને મને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. જ્યારે આ ઘટનામાં મારા વકીલ મિત્રએ મને છોડાવ્યો હતો.

આરોપીની ધરપકડ કરવાની અને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી

આ પણ વાંચો Crime In Rajkot: મહિલા ASIના પતિ અને દીકરાની ગુંડાગર્દી, રાજકોટના વકીલ પર તમંચા અને છરી વડે કર્યો જીવલેણ હુમલો

વકીલોની સુરક્ષા માટે કડક પગલાં લેવા જોઈએ :જ્યારે હર્ષ ભીમાણીએ વધુમાં જણાવ્યું છે કે વકીલોની સુરક્ષા માટે થઈને પોલીસ દ્વારા આ મામલે કડક પગલાં લેવા જોઈએ. તેમજ રાજકોટમાં વારંવાર વકીલો ઉપર હુમલો થવાની ઘટના મામલે જણાવ્યું હતું કે વકીલ પોતાનું કામ કરી રહ્યો છે. જ્યારે આવી ઘટના વારંવાર સામે આવશે તો વકીલે પોતાની કાયદાની બુકો મૂકીને અન્ય ધંધા તરફ પડવું પડશે એટલે આવું ન થવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details